________________
ચ્યવન થાય છે. અર્થાત્ એ દેવ મફને ઉપરથી નીચે આવે છે. નીચેથી ઉપર જતા નથી. સાંતરનિરંતરદ્વાર :
નૈરયિકો, બધા દેવો, તિર્યંચો અને મનુષ્યો સાંતર અર્થાત્ વચમાં થોડો સમય છોડીને ઉત્પન્ન થાય છે. અથવા નિરંતર અર્થાત્ સતત પ્રત્યેક સમયમાં ઉત્પન્ન થાય છે. પૃથ્વીકાયિકો યાવત્ વનસ્પતિકાયિકો સાંતર ઉત્પન્ન થતા નથી. નિરંતર ઉત્પન્ન થાય છે. તેમની ઉત્પત્તિમાં કાળનું ક્યારેય વ્યવધાન થતું નથી. તેઓ નિરંતર અર્થાતુ પ્રતિસમય ઉત્પન્ન થયા જ કરે છે. તેમનો તેવો જ સ્વભાવ છે.
નિરયિક સાંતર અને નિરંતર પણ ઉદ્વર્તન કરે છે. ઉવવાય પ્રમાણે જ છે. વિશેષ એ છે કે જ્યોતિષ્ક અને વૈમાનિકોમાં “ચ્યવન” શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. સિદ્ધની ઉદ્વર્તના થતી નથી. કેમકે એકવાર સિદ્ધ થયા પછી સિદ્ધગતિમાંથી કોઈ આત્મા પાછો ફરતો નથી.
નારકી ૧ સમયમાં જઘન્ય ૧, ૨ અથવા ૩ અને ઉત્કૃષ્ટ સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. એ જ પ્રકારે ૭મી પૃથ્વી સુધી જાણવું.
ભવનવાસી, વાણવ્યંતરો, જયોતિષ્કો, વૈમાનિકમાં સૌધર્મદેવથી સહુસાર કલ્પસુધીના દેવોમાં ૧ સમયમાં જઘન્ય ૧, ૨ અથવા ૩ અને ઉત્કૃષ્ટ સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે.
પૃથ્વીકાયિક યાવત્ વાયુકાયિક પ્રત્યેક સમય વિરહ વિનાના અસંખ્યાત ઉત્પન્ન થાય છે. વનસ્પતિકાયિક સ્વસ્થાનમાં પ્રત્યેક સમય વિરહ વિનાના અનંત ઉત્પન્ન થાય છે. વનસ્પતિકાયિક પર સ્થાનમાં પ્રત્યેક સમય વિરહ વિનાના અસંખ્યાત ઉત્પન્ન થાય છે.
સ્વસ્થાનનો અર્થ વનસ્પતિભવ સમજવો જોઈએ. જે જીવ મરીને ફરીથી વનસ્પતિકાયમાં જ ઉત્પન્ન થાય છે. તેમના ઉત્પાદને સ્વસ્થાન ઉત્પાદ કહેવાય છે. પ્રત્યેક નિગોદમાં અસંખ્યાત ભાગના નિરંતર ઉત્પાદ અને ઉદ્વર્તન થયા કરે છે અને તે વનસ્પતિકાયિકો અનંત હોય છે. અને જ્યારે પૃથ્વીકાય આદિ કોઈ અન્યાયનો જીવ
૩૯૬