________________
(૩) ક્રોધ, માન અને માયામાં સમસ્ત દેવોમાં છ ભંગ થાય છે. માન, માયા , અને લોભમાં નારકોમાં છ ભંગ થાય છે.
(૪) વિકલેન્દ્રિયોમાં, અભિનિબોધિક જ્ઞાન, શ્રત અને સમક્તિને લઈને નિયમો છ ભંગ થાય છે.
(૫) અંતની ૪ પર્યાપ્તિઓમાં નારકો, દેવો અને મનુષ્યોમાં નિયમ છ ભંગ બને છે.
(૬) સંજ્ઞી, લેગ્યા, સંયત અને આદિના ૩ જ્ઞાન, સ્ત્રીવેદ, પુરુષવેદમાં છ ભંગ બને છે. અવેદમાં ૩ ભંગ થાય છે.
(૭) મિશ્રદષ્ટિ, મનોયોગ, વચનયોગ, મનવર્ધવજ્ઞાન અને આહાર શરીરી સંયતાસંયત નિયમા કરી આહારક જ હોય છે.
(૮) અવધિજ્ઞાન, વિભંગ જ્ઞાનમાં, તિર્યંચ પંચેન્દ્રિય વિભંગજ્ઞાની મનુષ્ય નિયમ આહારક હોય છે.
(૯) ઔદારિક શરીરમાં તથા પાંચ પર્યાપ્તિમાં જીવ અને મનુષ્યમાં ત્રણ ભંગ થાય છે.
(૧૦) નો ભવ્યભવ્ય, અલેશી ને અયોગી અશરીરી તથા આહાર પર્યાપ્ત જીવ નિયમથી અણાહારક હોય છે.
(૧૧) નો સંશી, નો અસંશી, અવેદી. અકષાયી અને કેવલી તેમને એક વચનમાં ત્રણ ભંગ થાય છે. સિદ્ધ અનાહારક હોય છે. પરભવગમને સમય :
પરભવમાં જતી વખતે જીવ ક્યારેક પ્રથમ સમયમાં આહારક અને ક્યારેક અનાહારક હોય છે. બીજે સમયે જીવ કયારેક આહારક અને કયારેક અનાહારક હોય છે. ત્રીજે સમયે પણ જીવ ક્યારેક આહારક અને ક્યારેક અનાહારક હોય છે. પરંતુ ચોથા સમયે અવશ્ય આહારક થઈ જાય છે. આ પ્રમાણે જ ૨૪ દંડક કહેવા જોઈએ.
૪૬૨