________________
પ્રમાણે ૨૪ દંડક જીવોમાંથી પંચેન્દ્રિય તિર્યંચયોનિકોની ગતિ અધિક વસ્તુઓ છે એ | દિશામાંથી થાય છે. પરંતુ નારક આદિ ૨૨ દંડકગત જીવો છે એ દિશાઓમાં ગતિવાળા
આદિ હોતા નથી કારણકે તે ૨૨ દંડકના જીવ વિશેષ રૂપ નારકોનો નારકોમાં અને દેવોમાં ઉત્પત્તિનો અભાવ રહે છે. તે કારણે તે જીવોમાં ઉર્ધ્વ દિશા પૂર્ણ કરીને ત્યારપછીના ભવમાં નારક કે દેવરૂપે ઉત્પન્ન થતા નથી અને દેવો પણ આયુષ્ય પૂર્ણ કરી પછીના ભવમાં દેવ અથવા નારકરૂપે ઉત્પન્ન થતા નથી.
નારક જીવો દ્વિગતિક હોય છે. એટલે નારક પર્યાયને જ્યારે તેઓ છોડે છે ત્યારે મનુષ્ય અને તિર્યંચગતિમાં જાય છે. અને નારકો મનુષ્ય અને તિર્યંચગતિમાંથી આવે છે.
૧૦ ભવનપતિ, ૧ વાણવ્યંતર, ૧ જ્યોતિષી અને વૈમાનિકમાં પ્રથમ દેવલોકના દેવો દ્રયગતિક હોય છે. તેઓ પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્યમાં આયુષ્ય પૂર્ણ કરીને જાય છે. અને અસંશી તિર્યંચ પંચેન્દ્રિય સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય મનુષ્યમાંથી આવી ભવનપતિ અને વાણવ્યંતર થાય છે. જયોતિષ્ક અને વૈમાનિકમાં સંજ્ઞી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્યમાંથી આવે છે. અને મનુષ્ય અને દેવગતિમાં જાય છે. નવમા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાનપર્યંતના દેવો ત્યાંથી ચવીને મનુષ્ય ગતિમાં જ જાય છે. અને સંશી મનુષ્યો જ મરીને એ દેવલોકમાં જાય છે. •
પૃથ્વીકાયિકો દ્વિગતિક હોય છે. પાંચેય સ્થાવર અને ત્રણ વિકલેન્દ્રિયના જીવો દ્વિગતિક હોય છે. તેઓ તિર્યંચગતિ અને મનુષ્યમાં જાય છે. આગતિના અર્થો –
શાસ્ત્રમાં આગતિના વિભિન્ન અર્થો પ્રાપ્ત થાય છે.
(૧) નરકાદિ ગતિમાંથી પાછા આવવું તેનું નામ આગતિ છે. તે આગતિ એક સંખ્યાવાળી છે. તેમાં ગતિની જેમ એકતા સમજવી.૧૦ (૨) ક્યા દંડકમાં જીવ મરણ પામી કયા કયા દંડકમાં આવે તે સંબંધી નિયમ દર્શાવવો તેને આગતિ કહે છે. (૩) બીજી ગતિથી આવવાનું નામ આગતિ છે
આગતિનું શાસ્ત્ર અનુસાર વિવેચન અને ભેદો – શાસ્ત્રમાં દર્શાવેલ આગતિને
૪૮૪