________________
છએ પ્રકારના જીવોમાં ઉત્પન્ન થઈ શકે છે. અને અપ્રકાયિક, પૃથ્વીકાયિક આદિ છએ પ્રકારના જીવોની આગતિ થઈ શકે છે. એ જ પ્રમાણે ત્રસકાયિક પર્વતના જીવોની ગતિ . અને આગતિ વિશે સમજવું.
અંડજાદિકોની સાત ગતિકતાનું અને સાત આગતિકતાનું નિરૂપણ થાય છે. સર્પ, પક્ષી આદિ જે અંડ જ જીવો છે. તેઓ મરીને (૧) અંડજ, (૨) પોતજ, (૩) જરાયુજ (૪) રસજ (૫) સંસ્વેદન(૬) સંમૂરિઈમ અને (૭) ઉભિજ્જ એ સાતમાં ઉત્પન્ન થઈ જાય છે.
અંડજ - નિબધ્ધ અંડજે નામે કર્મવાળો જીવ અંડજોમાંથી અથવા પોતજો યાવત્ ઉભિજજમાંથી આવીને અંડજમાં ઉત્પન્ન થઈ જાય છે. એ જ પ્રમાણે એ જ અંડજ કે પોતજ આદિ કોઈ પણ યોનિ વિશેષમાંથી આવીને અંડજ રૂપે અથવા પોતજ રૂપે અથવા જરાયુજ રૂપે અથવા રસજ રૂપે જન્મ ધારણ કરી લે છે. આ પ્રકારની ગતિ અને આગતિ વિષયક કથક પોતજ જીવોમાં પણ સમજી લેવું જોઈએ. એટલે કે પોતજ જીવ પણ સાત પ્રકારની ગતિવાળો અને સાત પ્રકારની આગતિવાળો હોય છે એમ સમજવું. એ જ પ્રમાણે જરાયુજ લઈને ઉભિજજ પર્વતના પાંચ પ્રકારના જીવોષણ સાત ગતિવાળા અને સાત આગતિવાળા હોય છે તેમ સમજવું જોઈએ. આ નારકી જીવો ગિતિક હોય છે. એટલે કે જ્યારે તેઓ નારક પર્યાયને છોડે છે ત્યારે મનુષ્યગતિમાં, અને પંચેન્દ્રિય તિર્યંચ ગતિમાં જાય છે. એ જ પ્રમાણે નારકગતિમાં આવતો જીવ કાં તો મનુષ્ય ગતિમાંથી અને કાં તો પંચેન્દ્રિય ગતિમાંથી આવીને નરકોમાં જન્મ ધારણ કરે છે. અસુરકુમાર મરીને પંચેન્દ્રિય તિર્યચોમાં અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. વિશેષતા એ છે કે અસુરકુમાર પૃથ્વીકાય અને અકાય અને વનસ્પતિકાય રૂપ ત્રણ એકેન્દ્રિય જીવોમાં ઉત્પન્ન થાય છે. અસુરકુમાર જેવું બાકીના ૧૨ દંડકોનું સમજવું. અર્થાત્ અસુરકુમાર આદિ ભવનપતિ, વ્યંતરદેવનિકાયમાં, જ્યોતિયકદેવ નિકાયમાં અને પહેલા અને બીજા દેવલોકના દેવોની આગતિ મનુષ્ય અને તિર્યંચગતિમાંથી થાય છે.
વ્યંતર દેવોમાં અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચગતિમાંથી પણ જીવો આવે છે. તથા વ્યંતરદેવો પોતાના દેવનું આયુષ્ય પૂર્ણ કરીને સંજ્ઞી મનુષ્ય, સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ,
૪૮૭