________________
સમુચ્ચય અવેદી હોય છે. શરીરમાં વેદ :
ઔદારિક, તૈજસ અને કામણ એ ત્રણ શરીરમાં સ્ત્રીવેદી, પુરુષવેદી, નપુંસકવેદી અને અવેદી હોય છે. વૈક્રિય શરીરમાં સ્ત્રીવેદી, પુરુષવેદી અને નપુંસકવેદી હોય છે.
આહારક શરીરમાં પુરુષવેદી જ હોય છે. શાનમાં વેદ -
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનમાં ત્રણેય વેદી હોય છે. મનઃ પર્યવજ્ઞાનમાં - ત્રણેય વેદી અને અવેદી હોય છે.
કેવલજ્ઞાનમાં અવેદી જ હોય છે. લેશ્યામાં વેદ -
પ્રથમ પાંચ લેગ્યામાં ત્રણેય વેદી હોય છે. શુકલલેશ્યામાં - ત્રણેય વેદી ને અવેદી હોય છે. દર્શનમાં વેદ -
ચક્ષુ, અચકું અને અવધિદર્શનમાં - ત્રણેય વેદી હોય. એકાંત અચક્ષુ દર્શનમાં - ૧ નપુંસકવેદી હોય છે. કેવલ દર્શનમાં - અવેદી જ હોય છે. સમુદ્ધાતમાં વેદ -
વેદના, કષાય, મારણાંતિક, વૈક્રિય ત્રણેય વેદી હોય છે. આહારક સમુધાતમાં - પુરુષવેદી જ હોય છે.
કેવલ સમુદ્ધાતમાં - અવેદી જ હોય છે. દંડકમાં વેદના ચિંતનનું કારણ -
વેદનો અર્થ છે વિકાર. એ વિકારોમાં જીવો અનાદિ કાળથી રમણ કરે છે. નરક, તિર્યંચ અને દેવગતિ એ ત્રણ ગતિમાં જીવો અવેદીના ગુણસ્થાન સુધી પહોંચી શકતા
૫૦૨