________________
દંડકોનું તુલનાત્મક તથા સમીક્ષાત્મક અધ્યયન
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થ છે. ભારતીય સંસ્કૃતિના આ ચાર પાયા છે. ભારતીય પરંપરામાં ઉદ્ભવેલા તમામ ધર્મોએ આ ચારેય પુરુષાર્થને યથાસંભવ વિસ્તારપૂર્વક રજૂ કર્યા છે. માનવજીવનને સુખપૂર્વક જીવવા માટે આ ચારેય તત્ત્વોનો સમ્યફ પરિચય આવશ્યક છે. ભારતીય પરંપરામાં આમ તો અનેક વિચારધારાઓ ઉદ્ભવી અને વિકાસ પામી છે. સૂત્રકૃતાંગ સૂત્રમાં ૩૬૩ જુદી જુદી દષ્ટિઓની ચર્ચા કરવામાં આવી છે. સિદ્ધસેન દિવાકર સૂરિએ સન્મતિતર્ક સૂત્રમાં એથી પણ આગળ વધીને જણાવ્યું છે કે જેટલી વિચારધારાઓ છે તેટલાં જ નયમાર્ગો એટલે કે દૃષ્ટિઓ છે. અર્થાત વિચારો અનંત છે તો દષ્ટિઓ પણ અનંત છે. પણ આ તમામ વિચારધારાઓને સંક્ષેપમાં સમાવિષ્ટ કરવામાં આવે તો મુખ્યત્વે બે જ વિચારધારામાં તમામ દૃષ્ટિઓ સમાવિષ્ટ થઈ જાય : (૧) સામાન્યગામી દષ્ટિ અને (૨) વિશેષગામી દૃષ્ટિ. સામાન્યગામી દષ્ટિ એટલે દ્રવ્યાસ્તિક નય કે જે પદાર્થને નિત્ય માને છે અને વિશેષગામી દષ્ટિ એટલે જે પદાર્થને અનિત્ય માને છે અર્થાત પર્યાયગામી દૃષ્ટિ. દ્રવ્ય અને પર્યાય આ બે જ દૃષ્ટિ મુખ્ય છે. આવી જ રીતે સમગ્ર ભારતીય પરંપરાને બે વિચારધારામાં વિભાજિત કરી શકાય : (૧) શ્રમણ પરંપરા, (૨) વૈદિક પરંપરા.
વૈદિક પરંપરાનો મુખ્ય આધાર વેદ અને ઉપનિષદો છે. વેદ અને - ઉપનિષદોમાંથી અનેક દર્શનો ઉદ્દભવ્યા છે અને વિકાસ પામ્યા છે. બીજી ધારા તે અવૈદિક એટલે કે તેમનો સમુભવ વેદ આધારિત નથી પરંતુ બુદ્ધ અને ભગવાન મહાવીર દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલી પરંપરા. આ બન્ને પરંપરા શ્રમણ પરંપરાના નામે ઓળખાય છે. જેઓ ભગવાન મહાવીર અને બુદ્ધના ઉપદેશને પ્રમાણભૂત માને છે.
૫oo.