________________
જીવ હોય છે. વેદના બે પ્રકાર છે -
દ્રવ્યવેદ અને ભાવવેદ વેદના ત્રણ પ્રકાર પણ છે -
સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ. દ્રવ્યવેદ અને ભાવવંદનાં લક્ષણો -
નામ કર્મના ઉદયથી થવાવાળું દ્રવ્યલિંગ છે. અને ભાવલિંગ આત્મપરિણામરૂપ છે. અને તે સ્ત્રી, પુરુષ અને નપુંસક આ ત્રણેમાં પરસ્પર એકબીજાની અભિલાષા રૂપ લક્ષણ હોય છે. અને તે ચારિત્ર મોહના વિકલ્પરૂપ સ્ત્રી-પુરુષ અને નપુંસક નામના નોકષાયના ઉદયથી થાય છે. વેદ ત્રણ પ્રકારના છે -
સ્ત્રીવેદ - પુરુષની કામી હોય, વારંવાર પુરુષ સેવવાની અભિલાષા હોય તેને સ્ત્રીવેદ કહેવાય છે.
પુરુષોમાં મોહ ઉત્પન્ન કરી તેને ભોગવવાની પ્રચંડ લાગણી ઉત્પન્ન કરી. તેમાં આનંદ માણવાનું સંવેદન ઉત્પન્ન કરાવી આત્માને પોતાના ખરા માર્ગેથી ભૂલાવો ખવડાવે છે. સમ્યફ ચારિત્રનું આવરણ કરે છે. નવા કર્મ બંધાવી સંસાર વધારે છે એ જાતનું આ કર્મ છે.
પુરુષવેદ - જે સ્ત્રીના કામી હોય. વારંવાર સ્ત્રી ભોગવવાની અભિલાષા હોય તેને પુરુષવેદ કહેવાય છે.
સ્ત્રી ભોગવવાની પ્રચંડ લાગણી ઉત્પન્ન કરાવી તેમાં આનંદ માણવાનું સંવેદન કરાવી આત્માને મૂંઝવે છે. સમ્યગુ ચારિત્રનું આવરણ કરે છે. નવા કર્મ બંધાવી સંસાર વધારે છે એ જાતનું આ કર્મ છે.
નપુંસક્વેદ - જે પુરુષ અને સ્ત્રી બંને કામી હોય. વારંવાર પુરુષ તથા સ્ત્રી
૪૯૬