________________
(૨૪મું) વેદકાર
દંડક પ્રકરણમાં ૨૪ કારોની શાસ્ત્રીય ચર્ચા-સૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે. એ વિચારણામાં અંતિમ ૨૪માં દ્વારમાં વેદ વિષયક ચર્ચા આવે છે તેનું સંક્ષિપ્ત વિવરણ નીચે મુજબ છે. વેદના અર્થો -
શાસ્ત્રમાં વેદ શબ્દના વિભિન્ન અર્થો પ્રાપ્ત થાય છે.
(૧) પ્રાપ્ત સમ્યગ્દર્શન આદિની રક્ષામાં તત્પર બનેલા એવા જીવ-અજીવ આદિ તત્ત્વ જેનાથી જાણી શકાય છે તે વેદ છે.' (૨) સ્વાભાવિક અર્થ જેનાથી જાણી શકાય છે તે વેદ છે. (૩) આપણને હેય, ઉપાદેયનું જ્ઞાન કરાવે તે વેદ છે. (૪) વેદાન્ત ધર્મના સિદ્ધાંતોને વેદ કહેવાય છે.* (૫) વેદના થાય, અનુભવ થાય તેને વેદ કહે છે." (૬) વેદાય તેને વેદ કહે છે. (૭) મૈથુનની અભિલાષાને વેદ કહે છે. (૮) વેદ કર્મના ઉદયથી થવાવાળા ભાવને વેદ કહે છે. (૯) આત્માના ચૈતન્યરૂપ પર્યાયમાં મૈથુનરૂપ ચિત્તવિક્ષેપ ઉત્પન્ન થવાને વેદ કહે છે. (૧૦) મોહનીયના દ્રવ્ય કર્મ સ્કંધને અથવા મોહનીય કર્મથી ઉત્પન્ન થવાવાળા જીવના પરિણામને વેદ કહે છે. (૧૧) શાસના અર્થમાં શ્રુતજ્ઞાન જ વાસ્તવમાં વેદ છે." વેદના પર્યાયો - - મોહ શબ્દ એ વેદનો પર્યાયવાચી શબ્દ છે. વેદના ભેદ અને લક્ષણ વિવેચન :
શાસ્ત્રમાં દર્શાવેલ વેદને વિભિન્ન વિભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે. વેદ માર્ગણાના અનુવાદથી સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ અને અપગતવેદવાળા
૪૯૫