________________
પુરુષવેદ છે. સ્થાવર, વિક્લેન્દ્રિય અને નારકોમાં ફક્ત એક નપુંસકવેદ છે. જુગલિયા મનુષ્ય અને તિર્યંચોમાં બે ભેદ હોય છે.
નારક" જીવો અને સંમૂચ્છિમ જન્મવાળા જીવો નિયમથી નપુંસકદવાળા હોય છે.
વનસ્પતિના જીવોને વેદ
ઉત્પલસ્થ જીવો સ્ત્રીવેદવાળા તેમજ પુરુષવેશવાળા હોતા નથી. પરંતુ નપુંસકવેદવાળા હોય છે. ઉત્પલસ્થ રહેવા જીવો સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદના બંધક હોઈ શકે છે. એક યોગમાં એક વચન અપેક્ષાએ ત્રણ ભાંગા અને બહુવચનની અપેક્ષાએ ત્રણ ભાંગા બને છે. આ રીતે એક યોગમાં છ ભાંગા બને છે. કિકયોગમાં યથાયોગ્ય એકવચન અને બહુવચન લેવાથી ચાર ભાંગાઓવાળી ત્રિભંગી બને છે. તેથી ૪ X ૩ = ૧૨ ભંગ બને છે. અને ત્રિકયોગમાં આઠ ભાંગા બને છે. આ રીતે કુલ ૬ + ૧૨ + ૮ = ૨૬ ભાંગા બને છે. તે પ્રત્યેક ભંગ ઉદ્ઘાસ નિઃશ્વાસ દ્વારમાં બતાવ્યા પ્રમાણે બનાવી શકાય છે. આગમ અને ટીકાઓમાં વેદ સ્થિતિનું નિરૂપણ -
પુરુષવેદી - પુરુષવેદીપણામાં જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સો સાગરોપમ પૃથક્વથી કાંઈક અધિક કાળ સુધી રહે છે.
નપુંસકવેદી - નપુંસકવેદીપણામાં જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ 'વનસ્પતિકાળ અર્થાત્ અનંતકાળ સુધી વનસ્પતિજીવ નપુંસકવેદી હોય છે. અને તેનો કાળ અનંત છે. તેથી જ નપુંસકવેદનો કાળ અનંત કહેલ છે.
સ્ત્રીવેદી - સ્ત્રીવેદીપણામાં જઘન્ય ૧ સમય અને ઉત્કૃષ્ટ પલ્યોપમ પૃથક્ત અને પૂર્વકોટી પૃથક્વ અધિક કાળ સુધી રહે છે.
સવેદી જીવ ત્રણ પ્રકારના હોય છે. (૧) અનાદિ અપર્યવસિત અર્થાત્ જેની આદિ પણ ન હોય અને અંત પણ ન હોય (૨) અનાદિ સપર્યવસિત અર્થાત્ જેની . આદિ ન હોય પરંતુ અંત હોય છે. (૩) સાદિ અપર્યવસિત અર્થાત્ જેની આદિ પણ
૪૯૮