________________
- મિથ્યાદષ્ટિ - ચાર ગતિમાંથી આવે ને ચાર ગતિમાં જાય.
મિશ્રદષ્ટિ - અમર છે એ અવસ્થામાં મૃત્યુ થતું નથી. તેથી ગતિ આગતિ નથી. લેશ્યામાં ગતિ આગતિઃ
કૃપટલેથી નીલલેશી કાપોતલેશી ચાર ગતિમાંથી આવે ને ચાર ગતિમાં જાય.
તેજોલેશી પદ્મલેશી શુક્લલશી - દેવ, મનુષ્ય, તિર્યંચ એ ગતિમાંથી આવે ને એ જ ત્રણ ગતિમાં જાય.
અલેશી થવાવાળા - ચાર ગતિમાંથી આવે ને એક મોક્ષ ગતિમાં જાય. દેડકમાં ગતિ-આગતિની વિચારણાથી આધ્યાત્મિક વિકાસ :ન જવા આવવાની ક્રિયાને ગતિ-આગતિ કહે છે. અનાદિકાળથી આ જીવ ચાર ગતિમાં ગતિ અને આગતિ કરી રહ્યો છે. કર્મો છે ત્યાં સુધી તો આ ભવભ્રમણ ચાલુ જ રહે છે. ૨૪ દંડકમાંથી ૨૨મું દ્વાર ગતિનું અને ૨૩મું આગતિનું દ્વાર બતાવેલ છે. બહુ ભ્રમણ કર્યું હવે જો આંતરિક દૃષ્ટિએ વિચારણા કરીએ તો આગતિનો અંત થાય તો ગતિનો અંત આવી જાય છે. શુભગતિ-અશુભગતિ છે. નારક અને તિર્યંચગતિ અશુભ કહેવાય છે. અને મનુષ્ય અને દેવગતિ શુભ ગતિ કહેવાય છે. અશુભગતિમાં તો આરાધનાની શક્યતા રહેતી નથી. તિર્યંચ ગતિમાં સંશી તિર્યંચ પંચેન્દ્રિય શ્રાવકપણાનો સ્વીકાર કરી શકે છે. પણ પૂર્ણ આરાધના તો ત્યાં પણ થતી નથી. શુભગતિમાં–દેવગતિમાં આરાધના શક્ય નથી. પરંતુ મનુષ્યગતિમાં પુણ્યપ્રભાવથી વીતરાગ પરમાત્માનું શાસન અને જૈન ધર્મના આધાર વડે, ભગવાનના આગમોનું આલંબન લઈને, ગતિ અને આગતિની વિચારણા કરીને, ઉત્કૃષ્ટ આરાધના કરીને મોક્ષગતિ પ્રાપ્ત કરી શકાય છે. કેમકે મનુષ્યભવમાં મોક્ષગતિને પ્રાપ્ત કરવાની આધ્યાત્મિક સામગ્રી પ્રાપ્ત થાય છે. જ્ઞાન દ્વારા સાધના કરતાં કરતાં ગતિ અને આગતિ ઉપર પૂર્ણવિરામ મૂકી શકાય છે. આ રીતે ગતિ-આગતિની વિચારણા કરવાથી આધ્યાત્મિક વિકાસ થઈ શકે છે.
૪૯૩