________________
૧૨ જીવના ભેદ છે.) સૂક્ષ્મ અગ્નિ, સૂક્ષ્મ અપકાય અને સૂક્ષ્મ પૃથ્વીકાય એ પ સૂક્ષ્મ
અને ૧ બાદર મળી ૬ પ્રકારના જીવોમાં. પરંતુ વાયુ બે વાર ગણવાથી દંડક તો ૫ - જ થાય છે. તેથી એ ૫ દંડકોમાં ૬ દિશિનાં આહારના ભજના એટલે એ ૫ દંડકોમાં ૬ દિશાઓનો જ આહાર હોય એવો નિયમ નથી. કારણકે ૬-૫-૪-૩ દિશિનો પણ આહાર હોય છે.
તે આ પ્રમાણે લોકાકાશ સુધી રહેલા એ પાંચ દંડકોને (કિમાહાર દ્વારા વર્ણનમાં કહ્યા પ્રમાણે) ૩-૪-૫ દિશિનો આહાર હોય છે અને પર્યત ભાગ છોડીને અથવા પર્યત ભાગથી સ્ટેજ પણ ખસીને લોકાકાશની અંદરના ભાગે રહેલા એ પાંચેય દંડકોને ૬ દિશિનો આહાર હોય છે. ત્યાં પૂર્વાદિ ૪ દિશિ તથા ઉર્ધ્વ(ઉપર) અને અધઃ (નીચે). એ ૬ દિશિ જણવી. ૪ વિદિશિઓમાંથી(ખૂણાઓમાંથી) પુદગલ ગ્રહણ થતું નથી. માટે ચાર વિદિશિથી આહાર કહ્યો નથી.
અર્થાત નિયમ ૬ દિશિમાં આહારમાં ૧૯ દંડક બતાવ્યા છે. સમુચ્ચય ૬ દિશિના આહારમાં ૨૪ દંડક છે અને પ સ્થાવરને ૩-૪-૫-૬ દિશિના આહારમાં ૫ દંડક બતાવેલા છે: દિષ્ટાંત દ્વારા :
એક ડબ્બામાં રાઈના દાણા ઠાંસીને ભરેલા છે. એક દાણાની પાસે ચારેબાજુમાં અને ઉપર નીચે એમ છ દાણા ગોઠવાયેલા હોય છે. એવી રીતે વચમાં રહેલા એક 'એક દાણામાં કોઈપણ એક જીવ છે તે પોતાની બાજુના છ દાણાઓની છ દિશા તરફથી આહાર મેળવી શકે છે. પરંતુ બરાબર ઉપરના ખુણામાં રહેલા છેવટના એક દાણાની ઉપરની બે બાજુમાં અને નીચે એક બાજુમાં સીધી લીટીમાં રહેલા દાણામાંના ત્રણ દાણા અડીને પડેલા છે. એટલે તેમાં રહેલા જીવને બીજી ત્રણ બાજુ ડબાનું પતરું આવેલું છે. માટે ત્રણ જ દિશાનો આહાર તે મેળવી શકે છે.
એ રીતે ખૂણામાં રહેલા દાણાની બાજુમાં એ જ ઉપલા થરમાં છેલ્લી હારમાં રહેલા દાણાને ચાર દિશાઓનો આહાર મળશે કેમકે તેની એક બાજુ ઉપલી હારના બે બાજુઓ બે, અને પાછળની હારનો એક તથા નીચેની હારનો છેલ્લો એક દાણો બાજુમાં
૪૬૭