Book Title: Dandak Ek Adhyayan
Author(s): Nitabai Swami
Publisher: Mansukhbhai J Madani

View full book text
Previous | Next

Page 573
________________ સિદ્ધગતિ, (૬) ગુરુગતિ, (૭) પ્રણોદગતિ અને (૮) પ્રાગ્ભારગતિ. પાંચ ગતિનું ઉપર પ્રમાણે જ સમજવું. ગુરુશબ્દ અહિં ભાવપરક છે. તેથી ઉર્ધ્વ, અધઃ, તિર્યક્ રૂપે જે પરમાણુ આદિની સ્વાભાવિક ગતિ થાય છે તેનું નામ ગુરુગતિ છે. પ્રેરણા વડે જે ગતિ થાય છે તે ગતિનું નામ પ્રણોદગતિ છે. જેમકે બાણ આદિની ગતિ થાય છે. ઈષદ્ભવતિ દ્વારા જે ગતિ થાય છે તે ગતિનું નામ પ્રાક્ભારગતિ છે. જેમકે દ્રવ્યાન્તરથી આક્રાંત નાવ (હોડી) આદિની ગતિ. ગતિના ૧૦ પ્રકાર છે :— (૧) નરકગતિ, (૨) નરકવિગ્રહગતિ, (૩) તિર્યગતિ, (૪) તિર્થવિગ્રહગતિ, (૫) મનુષ્યગતિ, (૬) મનુષ્યવિગ્રહગતિ, (૭) દેવગતિ, (૮) દેવવિગ્રહગતિ, (૯). સિદ્ધગતિ અને (૧૦) સિદ્ધવિગ્રહગતિ. ગમન અથવા પર્યાય વિશેષ નામ ગતિ આદિના ૧૦ પ્રકાર છે. ૫ ગતિની વ્યાખ્યા આગળ બતાવેલી છે તે પ્રમાણે સમજવું. નિરયવિગ્રહગતિ :- નારકોના ક્ષેત્રવિભાગના અતિક્રમણપૂર્વક જે ગતિ છે તેનું નામ નિરયવિગ્રહગતિ છે. અથવા નારકોની જે વિહાયોગતિ કર્મજન્ય સ્થિતિ નિવૃત્તિરૂપ ઋજુગતિ અથવા વક્રગતિ છે તેને નિરયવિગ્રહગતિ કહે છે. એજ પ્રમાણે તિર્યક્ વિગ્રહગતિ, મનુષ્ય વિગ્રહગતિ, દેવવિગ્રહગતિના વિષયમાં નરપવિગ્રહગતિના વિષયમાં જેવું કથન કર્યું છે એવું જ કથન અહીં સમજવું. જે ગતિમાં જીવ કૃતકૃત્ય થઈ જાય છે તે ગતિનું નામ સિદ્ધગતિ છે. કર્મોનો સંપૂર્ણપણે ક્ષય કરીને થયેલા જીવોનું સિદ્ધગતિમાં ગમન થાય છે. આ સિદ્ધગતિ લોકના અગ્રભાગ રૂપ છે. તથા આકાશ વિભાગનું અતિક્રમણ કરીને લોકાન્તમાં જે તેમની ગતિ થાય તેનું નામ સિદ્ધિવિગ્રહગતિ છે. જોકે વક્રગતિરૂપ છે. પરંતુ સિદ્ધજીવોમાં વિગ્રહગતિ મોડ (વળાંકવાળી) ગતિ હોતી નથી. તેથી તેના સાહચર્યથી નારકાદિકોમાં પણ એવી ગતિનો સદ્ભાવ કહ્યો નથી. અથવા પ્રથમ પદો દ્વારા કોઈ પણ જાતની વિશેષતા વિના ઋજુગતિની વાત કરવામાં આવી છે. અને બીજાĀારા વક્રગતિની વાત કરવામાં આવી છે. અને સિદ્ધિવાદારૂ “સિદ્ધિ વિગ્રહગતિ આ પદદ્વારા સિદ્ધવિગ્રહગતિની વાત કરવામાં ૪૮૦

Loading...

Page Navigation
1 ... 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632