________________
(૪) પુત્રમાંસોપમ આહાર :
જે આહાર પુત્રના માંસ જેવો હોય છે.
આ ચારેય પ્રકારના આહાર તે અનુક્રમે શુભ, સન્ન, અશુભ અને અશુભતર ગણાય છે.
મનુષ્યોના આહર ચાર પ્રકારના છે.
(૧) અસન (૨) પાન (૩) ખાદિમ (૪) સ્વાદિમ
દેવોના આહાર ચાર પ્રકારના કહ્યા છે :
(૧) પ્રશસ્ત વર્ણવાળો (૨) પ્રશસ્ત ગંધવાળો (૩) પ્રશસ્ત રસવાળો (૪) પ્રશસ્ત સ્પર્શવાળો
એટલે તેમના આહાર પ્રશસ્ત વર્ણ સંપન્ન હોય છે. અને અતિશય વર્ણયુક્ત હોય છે. એવું કથન ગંધાદિકોમાં પણ સમજવું.
જે નારકી॰ એક પ્રદેશ ન્યૂન દ્રવ્યોનો આહાર કરે છે તે નારકી વીચી દ્રવ્યોનો આહાર કરે છે. જે નારકી પરિપૂર્ણ દ્રવ્યોનો આહાર કરે છે તે નારકી અવીચી દ્રવ્યોનો આહાર કરે છે. આ પ્રમાણે ૨થી ૨૪ દંડકો સુધી સમજવું.
દંડકમાં આહાર દ્વાર :
छदिसि आहार होइ, सव्वेसि
पगाइपाए भयणा
॥३१॥
ગાથાર્થ :
સર્વેને છ દિશાનો આહાર હોય છે. કારણકે ૬ દિશાનો આહાર લોકાકાશની અંદરના ભાગમાં હોય છે. અને લોકાકાશની અંદરના ભાગમાં ચોવીસેય દંડકના જીવો રહેલા છે. પરંતુ પનક આદિ એટલે સૂક્ષ્મ વનસ્પતિ આદિ પાંચ પદોમાં અર્થાત્ દંડકોમાં, સૂક્ષ્મ વનસ્પતિ, સૂક્ષ્મ વાયુ, બાદર વાયુ (લોકના છેડે સુધી બાદર વાયુ હોય છે. બીજા બાદર એકેન્દ્રિય હોતા નથી કારણકે એકેન્દ્રિયના ૨૨ ભેદમાંથી લોક પર્યંતે
૪૬૬