________________
અંતરકાળ :
સંજ્ઞીનું અંતરકાળ જઘન્ય અં. મુ. અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. અસંશીનું અંતરકાળ જઘન્ય અં. મુ. અને ઉત્કૃષ્ટ સાધિક સાગરોપમ પૃથ છે. નો સંક્ષી નો અસંજ્ઞીનો કોઈ અંતરકાળ નથી.
સંજ્ઞી મરીને ફરીથી સંશી થાય તેના વચ્ચેના સમયને અંતકાળ કહે છે.
દંડકમાં સંશી :
अह सवितियं भणिस्सामि ॥३१॥
चउविह सुरतिरिएसु, निरएसुरा दीहकालिगी सन्ना ।
विगले हेउवएसा, सन्नारहिया थिरा सव्वे ||३२||
ગાથાર્થ : ચાર પ્રકારના દેવો, તિર્યંચો અને નારકોને દીર્ઘકાલિકી સંજ્ઞા હોય છે. વિકલેન્દ્રિયોને હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય છે. અને સર્વે સ્થાવરો સંજ્ઞા રહિત હોય છે.
અહિં સંજ્ઞા ત્રણ પ્રકારની છે.
(૧) હેતુવાદોપદેશિકી સંશા ઃ
જેમાં વર્તમાનકાળના વિષયનું જ ચિંતન. ઉપયોગ-વિચાર હોયતે હેતુવાદોપદેશિકી સંજ્ઞા કહેવાય. આ સંજ્ઞાવાળા જીવો વર્તમાન સમયે વર્તતા દુઃખની નિવૃત્તિનો અને સુખની પ્રવૃત્તિનો ઉપાય શોધે છે, અને તે ઉપાય શીઘ્ર અંગીકાર કરે છે. પછી તે ઉપાયથી ભૂતકાળમાં ભલે દુ:ખ થયું હોય, અથવા ભવિષ્યમાં દુ:ખ થવાનું હોય, તો પણ તે સંબંધી તેને ખ્યાલ હોતો જ નથી. આવા પ્રકારની સંજ્ઞા-મનોવિજ્ઞાન રહિત એવા અસંજ્ઞી ત્રસ જીવોને હોય છે. કારણકે એ જીવો જે સ્થાને રહ્યા છે. તે સ્થાને તેઓને અગ્નિ, તાપ વગેરેનો ઉપદ્રવ લાગે તો તરત જ તેઓ ખસી જાય છે. ખરા, પરંતુ જે સ્થાને ખસીને નિરાંત મેળવે છે તે સ્થાને તે તાપ આવીને પુનઃ ઉપદ્રવ કરે એમ છે કે નહિ તેવો આગળ પાછળનો ખ્યાલ કરી શકતા નથી.પરંતુ કેવળ વર્તમાન સમયના સુખના જ ખ્યાલવાળા હોય છે. માટે એ અસંશીઓને હેતુવાદોપદેશિકી સંજ્ઞાવાળા કહ્યા છે. કારણકે એ જીવોને એવા પ્રકારની. વિચારશક્તિવાળું મનોવિજ્ઞાન છે નહિ.
૪૪