________________
(૨) દીર્ઘકાલિકી સંજ્ઞા :
' દીર્ઘકાળ એટલે ભૂતકાળ અને ભવિષ્યકાળની વિચારશક્તિવાળી સંજ્ઞા તે દીર્ઘકાલિકી સંજ્ઞા છે. આ સંજ્ઞા મનોવિજ્ઞાનવાળા અથવા મનોપર્યાપ્તિવાળા સંશી જીવોને સર્વને હોય છે. જીવોના સંજ્ઞી અને અસંજ્ઞી એવા બે ભેદ જે વારંવાર આવે તે દીર્ઘકાલિકી સંજ્ઞાથી જ થયેલા છે. આ જીવો ભૂતકાળમાં શું બન્યું હશે? તે કાર્યનું શું પરિણામ આવ્યું હશે ? તથા હવે આને શું પરિણામ આવશે? ઈત્યાદિ દીર્ઘકાલનો વિચાર કરી પછી તે કાર્યમાં પ્રવૃત્ત–નિવૃત્ત થાય છે. (૩) દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા :
વિશિષ્ટ શ્રુતજ્ઞાનના ક્ષયોપશમયુક્ત સમ્યક્ત્વવાળી સંજ્ઞા તે દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા છે અર્થાત જે જીવ સમ્યગ્દષ્ટિ હોય, વિશિષ્ટ શ્રુતજ્ઞાનવાળો હોય અને તે સાથે યથાશક્તિ હેયોપાદેયની પ્રવૃત્તિવાળો હોય તેવા છદ્મસ્થજીવને એ સંજ્ઞા હોય છે.
હેતુવાદોપદેશિકી સંજ્ઞામાં તે વર્તમાનકાલ વૈષયિક છે, દીર્ઘકાલિકી સંજ્ઞામાં ત્રિકાલ વૈષયિક છે. અને તે બંને સંસાર વૈષયિક છે. ત્યારે ત્રીજી સંજ્ઞામાં તેજે વિષયક મોક્ષમાર્ગાભિમુખી છે. માટે સર્વથી શ્રેષ્ઠ દરજ્જાવાળી ત્રીજી સંજ્ઞા છે: - સંજ્ઞીદ્વારમાં ચારે નિકાયના દેવના ૧૩ દંડક, ગર્ભજ તિર્યંચનો ૧ દંડક અને સાત નારકનો ૧ દંડક એ ૧૫ દંડકના જીવોમાં ૧ દીર્ઘકાલિકી સંજ્ઞા કહી છે. વિકલેન્દ્રિયો તો વર્તમાન સમયમાં જ સુખ દુઃખનો વિચાર કરવાની જ્ઞાન સંજ્ઞાવાળા હોવાથી તેઓને હેતુવાદોપદેશિકી સંજ્ઞા હોય છે. અને સ્થાવરો તો અવ્યક્ત ચૈતન્યવાળા હોવાથી તે સર્વેને સંજ્ઞારહિત કહ્યા છે. કારણકે આ ત્રણ સંજ્ઞાઓ સ્પષ્ટ ચૈતન્યવાળી છે.
मणुआण दोहकालिय, दिट्ठिवाओ वाएसिआ केवि । ३३ ગાથાર્થ :
મનુષ્યોને વિશિષ્ટ મનોવિજ્ઞાન હોવાથી દીર્ઘકાલિકી સંજ્ઞા તો છે જ પરંતુ તે ઉપરાંત કેટલાક મનુષ્યોને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા પણ છે, કારણકે મનુષ્યોમાંના કેટલાક સમ્યગ્દષ્ટિ હોઈને શ્રુતજ્ઞાનના વિશિષ્ટ ક્ષયોપશમવાળા હોય છે. તેથી દ્વાદશાંગીનું જ્ઞાન
૪૫