________________
નપુંસક હોતા નથી. અવેદીના વિષયમાં એકત્વ અને બહુત્વની વિવક્ષાથી કેવલજ્ઞાનીની જેમ કહેવું. મનુષ્યોમાં ત્રણ ભંગ હોય છે. સિદ્ધોમાં અનાહારક જ ભંગ છે.
શરીરદ્વાર :
જીવ અને ૫ એકેન્દ્રિયમાં એક જ ભંગ મળે છે. ઔદારિક શરીરીજીવો અને મનુષ્યોમાં ત્રણ ભંગ. બાકીના આહારક હોય છે. વૈક્રિય શરીરી અને આહારક શરીરી આહારક જ હોય છે. આહારક શરીર મનુષ્યોને જ હોય છે. તૈજસ અને કાર્મણ શરીરી જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ. અશરીરી જીવ એકત્વ અને બહુત્વની વિવક્ષાના અશરીરી સિદ્ધ અનાહારક જ છે.
પર્યાપ્તિદ્વાર :
આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, ભાષા અને મન પર્યાપ્તિથી પર્યાપ્ત છે. એ પાંચે પર્યાપ્તિઓમાં જીવો અને મનુષ્યોમાં ત્રણ ભંગ સમજવા. બાકીના આહારક હોય છે. અનાહારક નહિં. ભાષા મન પર્યાપ્તિ પંચેન્દ્રિયમાં થાય છે. બાકીનામાં નથી હોતી. આહાર પર્યાપ્તિથી અપર્યાપ્ત આહારક નથી હોતા. અનાહારક હેમ છે. તે એકત્વ અને બહુત્વની અપેક્ષાથી કહેલ છે. શરીર પર્યાપ્તિથી અપર્યાપ્ત સ્યાત આહારક, સ્યાત્ અણાહારક છે. ઉપરની ચાર અપર્યાપ્તિઓમાં નારકો, દેવો અને મનુષ્યોમાં છ ભંગ. બાકીનામાં, જીવો અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ. ભાષા મનઃ પર્યાપ્તિથી પર્યાપ્ત જીવોમાં અને પંચેન્દ્રિય તિર્યંચોમાં ત્રણ ભંગ. નારકો, દેવો મનુષ્યોમાં છ ભંગ. ભાષા મનઃ પર્યાપ્તિથી અપર્યાપ્ત નારકો, દેવી અને મનુષ્યમાં છ ભંગ અને બાકીનામાં ત્રણ ભંગ થાય.
પ્રકૃત અર્થનો સંગ્રહ કરનારી ગાથાના અર્થો :
(૧) જ્યાં સિદ્ધો, એકેન્દ્રિય અને જીવ હોય છે ત્યાં અભંગક અર્થાત્ એક જ વિકલ્પ થાય છે. સિદ્ધો અને એકેન્દ્રિય સિવાય જીવ જ્યાં હોય ત્યાં ત્રણ ભંગ થાય છે. (૨) અસંશીઓમાં અને નારકોમાં દેવો તથા, મનુષ્યોમાં છ ભંગ થાય છે અને પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય અને તેજોલેશ્યામાં છ ભંગ થાય છે.
૪૬૧