________________
સંયતદ્વાર :
સંયતજીવ કેવલી સમુદ્ધાંત અને અયોગીત્વ અવસ્થાની અપેક્ષાએ અણાહારક સમજવા. અન્ય સમયમાં આહારક સંયત મનુષ્યના બહુત્વની વિવક્ષાથી ત્રણ ભંગ થાય છે. મનુષ્ય જ સંયત થઈ શકે છે.
સંયતા સંયત અર્થાત્ દેશવિરત જીવ, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય એ ત્રણે એકત્વ અને બહુત્વની વિવક્ષાથી પણ આહારક હોય છે. અનાહારક નથી હોતા. તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય જ સંયતાસંયત હોય છે. અન્ય જીવોમાં સ્વભાવથી જ દેશિવરિત પરિણામ થતું નથી. વિગ્રહગતિ કે કેવલી સમુદ્દાત આદિ અવસ્થામાં દેશવિરતિ પરિણામ થતું નથી. તેથી જીવ, તિર્યંચ પંચેન્દ્રિય, મનુષ્ય આહારક જ હોય છે. નો સંયતનો અસંયત અને નો સંયતાસંયત એવો જીવ અને સિદ્ધ તેઓ એકત્વ અને બહુત્વની વિવક્ષાથી અણાહારક જ થાય છે. કેમકે સિદ્ધ સર્વથા અશરીરી છે.
કષાયદ્વાર :
સકષાયી જીવ ક્યારેક આહારક, ક્યારેક અનાહારક હોય છે. એ જ પ્રકારે વૈમાનિકો સુધી બહુત્વની અપેક્ષાથી જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ જાણવા. ક્રોધ કષાયી જીવાદિમાં એ જ પ્રકારે વિશેષ દેવોમાં છ ભંગ માન, માયા, લોભ કષાયી દેવો અને નારકોમાં છ ભંગ. શેષ જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ સમજવા.
અકષાયી મનુષ્ય અને સિદ્ધ જ હોય છે. તે નો સંજ્ઞીઓને અસંજ્ઞી જેમ જાણવા ક્યારેક આહારક અને ક્યારેક અનાહારક હોય છે. કેમકે કૈવલી સમુદ્ધાતના અભાવમાં આહારક હોય છે. કેવલી સમુદ્દાતમાં અણાહારક હોય છે. સિદ્ધ તો અનાહારક હોય છે. અકષાયી ૧૧થી ૧૪ ગુણસ્થાનમાં હોય છે.
શાનદાર :
જ્ઞાનીપ સમ્યગ્દષ્ટ સમાન હોય છે. આભિનિબોધિકજ્ઞાની, શ્રુતજ્ઞાની વિકલેન્દ્રિયમાં છ ભંગ, બાકીનામાં જીવથી લઈને ત્રણ ભંગ. જેમાં જ્ઞાન હોય છે તેમાં અવધિજ્ઞાની પંચેન્દ્રિય આહારક હોય છે. અણાહારક નથી હોતા. બાકીનામાં જીવથી
૪૫૯