________________
મળી આવે છે. તેનું કારણ એ છે કે પૃથ્વી, અપ, તેઉ અને વાયુકાયિકોમાં પ્રત્યેક સમયે અસંખ્યાત જીવ ઉત્પન્ન થાય અને વનસ્પતિકાયમાં પ્રતિસમય અનંતજીવ વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે. સિદ્ધોમાં અનાહારક એક જ ભંગ મળી આવે છે. કેમકે સિદ્ધ બધા શરીરોથી રહિત હોવાના કારણે અનાહારક જ હોય છે.
સંશી જીવ ક્યારેક આહારક ને ક્યારેક અનાહારક છે. એ જ પ્રકારે યાવત્ વૈમાનિક. વિશેષ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયો અસંશી છે. તેથી નારકાદિના ૧૬ દંડકો સંશી છે. ઘણા સંજ્ઞી જીવ આહારક છે અને અણાહારક છે. જીવાદિથી ત્રણ ભંગ યાવત્ વૈમાનિક સુધી.
અસંશી જીવ આહારક પણ અણાહારક પણ એક ભંગ થાય છે. અસંશીના૨ક આહારક (૧) અથવા અણાહારક (૨) અથવા આહારક અને અણાહારક (૩) અથવા એક આહારક, ઘણા અણાહારક (૪) અથવા ઘણા આહારક, એક અનાહારક (૫) અથવા ઘણા આહારક, અણાહારક (૬) આ રીતે છ ભંગ થાય છે. નારકો., ભવનપતિ, વાણવ્યંતર મનુષ્યોમાં છ ભંગ જાણવા. બેઇન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય તિર્યંચોમાં ૩ ભંગ. એકેન્દ્રિયો અભંગક છે. નો સંજ્ઞી, નો અસંશી મનુષ્યમાં પહેલો, ત્રીજો ને ચોથો આ ત્રણ ભંગ છે. સિદ્ધ અનાહારક છે. જ્યોતિષી અને વૈમાનિકમાં અસંજ્ઞીપણાનો વ્યવહાર હોતો નથી.
ભવ્યજીવ ક્યારેક આહારક ક્યારેક અણાહારક હોય છે. એ જ પ્રકારે યાવત્ વૈમાનિક સુધી સમજવું. બહુત્વવિશિષ્ટ ભવ્યસિદ્ધિ જીવ આહારક અથવા અણાહારક છે. જીવ, એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ થાય છે. અભવસિદ્ઘિક પણ એ જ પ્રકારે નોભવસિદ્ધિક, નોઅભવસિદ્ધિક અણાહારક નથી, અણાહારક છે. બહુત્વમાં તેમ જ સિદ્ધમાં પણ એ જ ભંગ છે. (ભવ્ય-અભવ્યહાર સમાપ્ત)
સલેશી આદિમાં વિચારણા૪ :
લેશ્યાદ્વાર :
સલેશી જીવ ક્યારેક આહારક હોય છે. ક્યારેક અણાહારક હોય છે. એ જ પ્રકારે
૪૫૭