________________
છે. બધા દેવ ઓજાહારી અને મનોભક્ષી હોય છે. બાકીના જીવ રોમાહારી અને કવલાહારી હોય છે.
બધા જીવોને અપર્યાપ્તાવસ્થામાં આહાર અનાભોગનિવર્તિત હોય છે. લોમાહાર પર્યાપ્તાવસ્થામાં થાય છે. બેઈન્દ્રિયોથી લઈને મનુષ્ય સુધી પ્રક્ષેપાહાર આભોગ નિવર્તિત થાય છે. જીવ આહારક છે કે અનાહારક :
જીવ કદાચિત્ આહારક હોય છે. કદાચિત અણાહારક હોય છે. નારક ક્યારેક આહારક અને ક્યારેક અણાહારક હોય છે. યાવતું વૈમાનિક સુધી સિદ્ધ આહારક નથી. અનાહારક હોય છે. ઘણા જીવ આહારક હોય છે અને અનાહારક પણ હોય છે. ઘણા . નારકો આહારક અને અનાહારક બંને હોય છે. યાવત્ વૈમાનિકો સુધી સમજવું.
વિગ્રહગતિ, કેવલી સમઘાત, શૈલેષી અવસ્થા અને સિદ્ધાવસ્થાની અપેક્ષાએ અણાહારક જાણવા. શેષ જીવ આહારક હોય છે. વિગ્રહગતિથી ભિન્ન સમયમાં બધા સંસારી જીવ આહારક હોય છે. વિગ્રહગતિ ક્યાંક ક્યારેક કોઈ જીવની થાય છે. જો કે વિગ્રહગતિ સર્વકાળમાં મળી આવે છે. પણ પ્રતિ નિયત જીવોની જ વિગ્રહગતિ થાય છે. એ કારણે આહારકો ઘણા કહ્યા છે. અણાહારક સિદ્ધ પણ સદા વિદ્યમાન રહે છે અને તેઓ અભવ્યજીવોથી અનંતગુણ છે. સદૈવ એ એક નિગોદના પ્રતિસમય અસંખ્યાતમો ભાગ વિગ્રહગતિ પ્રાપ્ત કરીને રહે છે તેથી અણાહારકોની પણ ઘણી સંખ્યા કહી છે. નારક ક્યારેક આહારક હોય છે. એક પણ નારક અનાહારક નથી હોતો. કેમકે નારકોના ઉવવાયનો વિરહ થાય છે. નારકોના વિવાયનો વિરહ બાર મુહૂર્તનો જ થાય છે અને એ કાળમાં પૂર્વોત્પન્ન તેમ જ વિગ્રહગતિને પ્રાપ્ત નારક પણ આહારક થઈ જાય છે. તે સમયે નવો કોઈ નારક ઉત્પન્ન થતો નથી. તેથી જ અનાહારક કોઈ પણ નથી થતા. આ પ્રથમ ભંગ ઘણા નારક આહારક અને કોઈ એક અનાહારક આ બીજો ભંગ છે. ઘણા આણારક અને ઘણા અણાહારક નારકમાં ત્રણના સિવાય અન્ય કોઈ ભંગનો સંભવ નથી હોતો. ૫ સ્થાવરમાં વર્જીને ૧૦ દંડકમાં ત્રણ ભંગ થાય છે. એકેન્દ્રિય જીવોમાં ઘણા આહારક અને ઘણા અણાહારક એ એક જ ભંગ
૪૫૬