________________
લઈને ત્રણ ભંગ. જેમાં અવધિજ્ઞાન હોય છે તેના મન:પર્યવજ્ઞાની જીવ અને મનુષ્ય એકત્વ અને બહુત્વની અપેક્ષાથી આહરક હોય છે. અનાહારક હોતા નથી. કેવલજ્ઞાની જેવા નોસંજ્ઞી પ્રમાણે જાણવા. મતિ અજ્ઞાની. શ્રુત અજ્ઞાનીમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ. વિભંગણાની પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય આહારક છે. અનાહારક હોતા નથી. બાકીનામાં જીવથી લઈને ત્રણ ભંગ જાણવા. યોગદ્વાર:
સમુચ્ચય જીવો અને એકેન્દ્રિય બાકીના સયોગીઓમાં પૂર્વોક્ત ત્રણ ભંગ મળે છે. સમુચ્ચય જીવોમાં અને એકેન્દ્રિયોમાં ઘણા આહારક અને ઘણા અણાહારકમાં આ એક જ ભંગ મળે છે. મનયોગી અને વચનયોગીમાં મિશ્રદષ્ટિની જેમ એકત્વ અને બહુત્વની અપેક્ષાએ આહારક જ હોય છે. વિશેષતા એ છે કે વિકસેન્દ્રિયોમાં વચનયોગ છે. તેમાં મિશ્રદષ્ટિ નથી હોતી. સમુચ્ચયજીવો અને એકેન્દ્રિય સિવાય બાકીના નારકાદિ કાયયોગીમાં ત્રણ ભંગ કહેવા જોઈએ. અયોગીજીવ, મનુષ્ય અને સિદ્ધ જ હોય છે. અને આ ત્રણે એકત્વ અને બહુત્વની અપેક્ષાથી અનાહારક જ હોય છે. ઉપયોગદ્વાર: | સમુ. જીવો અને એકેન્દ્રિય સિવાય બાકીના સાકાર તેમ જ અનાકાર ઉપયોગથી ઉપયુક્ત જીવોમાં ત્રણ ભંગ કહેવા. સિદ્ધ પણ સાકાર અને અનાકારથી ઉપયુક્ત હોય છે. ને એકત્વ અને બહુત્વની વિવક્ષાથી અનાહારક જ હોય છે. જીવ અને એકેન્દ્રિયમાં ઘણા આહારક અને ઘણા અણાહારક એક જ ભંગ થાય છે. ' વેદકાર :
જીવ અને એકેન્દ્રિયમાં એક જ ભંગ થાય છે. બહત્વની વિવક્ષાથી સ્ત્રીવેદી, પુરુષવેદી જીવોમાં જીવથી લઈને ત્રણ ભંગ થાય છે. નપુંસક વેદીમાં ત્રણ ભંગ થાય છે. એકત્વ વિવક્ષાથી સ્ત્રીવેદી અને પુરુષવેદીના વિષયમાં એક ભંગ હોય છે. નારકો, એકેન્દ્રિયો અને વિકસેન્દ્રિયો નપુંસકવેદી છે. નપુંસકવેદમાં એકત્વની વિવક્ષામાં એક ભંગ થાય છે. ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિકનું કથન ન કરવું કેમકે તેઓ
૪૬o
: