________________
યાવતું વનસ્પતિકાયિકો સુધી બેઇન્દ્રિયો એ બેઇન્દ્રિયોના શરીરનો, તેઇન્દ્રિયોએ તે ઇન્દ્રિયોના શરીરનો, ચૌરેન્દ્રિયો એ ચૌરેન્દ્રિયોના શરીરનો અને પંચેન્દ્રિયો એ (પંચેન્દ્રિયોના શરીરનો આહાર કરે છે. એટલે કે નિયમથી જેને જેટલી ઇન્દ્રિયો છે એટલી જ ઇન્દ્રિયવાળા શરીરનો આહાર કરે છે. શેષ નારકોની સમાન યાવત્ વૈમાનિક.
નારક જીવ લોમાહારી છે પ્રક્ષેપાહારી નથી. કેમકે તેમના વૈક્રિય શરીર હોય છે અને તેમનો સ્વભાવ એ પ્રકારનો હોય છે. લોમાહાર પર્યાપ્ત નારકોને જ હોય છે. અપર્યાપ્તાને નહીં. નારકી દેવો કવલાહારી હોતા નથી. એકેન્દ્રિય જીવોને મુખ હોતા નથી. તેથી તેમનામાં કવલાહારનો અભાવ હોય છે. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિયમાં લોમાહારી અને કવલાહારીનો સંભવ છે.
ઓજનૉર જે આહાર કરે છે તે ઓજાહારી કહેવાય છે. જે મનથી ભક્ષણ કરનારા હોય તે મનોભક્ષી જાણવા.
નારકી જીવ ઓજાહારી હોય છે. મનોભક્ષી નથી હોતા. અપર્યાપ્ત અવસ્થામાં જ ઓજ આહાર સંભવિત હોવાથી નારક ઓજાહારી હોય છે. જે જીવ વિશેષ પ્રકારની શક્તિથી મનના દ્વારા જ પોતાના શરીરને પુષ્ટ કરનારા પુદ્ગલોનો આહાર કરે છે. તે આહારના પછી તૃપ્તિપૂર્વક પરમ સંતોષ થાય છે. નારકોમાં એવો આહાર મળી શકતો નથી. કેમકે પ્રતિકૂળ કર્મનો ઉદય થવાથી તેઓમાં એવી શક્તિ હોતી નથી. આ રીતે દારિક શરીરી પૃથ્વીકાયિકોથી લઈને મનુષ્ય પર્યત બધા ઓજાહારી હોય છે. મનોભક્ષી નથી હોતા. બધા દેવો વૈમાનિક સુધી ઓજાહારી અને મનોલક્ષી હોય છે. જે મનોભક્ષી દેવો છે. તેમને આહારની ઇચ્છા ઉત્પન્ન થાય છે. દેવોના વિચાર કરવાથી શીધ્ર જે પુદ્ગલ ઇષ્ટ, કાંત યાવતું મનામ તેઓ તેમના મનોભક્ષરૂપથી પરિણત થઈ જાય છે. મનથી ભક્ષણ કરાયેલા પુદ્ગલ તેમની તૃપ્તિને માટે એ પરમ સંતોષને માટે બને છે. ત્યાર પછી દેવોની આહાર સંબંધી અભિલાષા નિવૃત્ત થઈ જાય છે.
બધા અપર્યાપ્તા જીવ ઓજાહારી હોય છે. એકેન્દ્રિય જીવો, નારકો અને દેવોમાં કવલાહાર નથી હોતો. બાકી બધા જીવોને કવલાહાર હોય છે. એકેન્દ્રિય, નારકો તથા અસુરકુમારોનો રોમાહાર હોય છે. બાકીનાનો આહાર રોમાહારને પ્રક્ષેપ આહાર હોય
૪૫૫