________________
(૨૦મું) આહાર દ્વાર
દંડક પ્રકરણમાં ૨૪ દ્વારોની શાસ્ત્રીય ચર્ચા, સૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે. એ વિચારણામાં ૨૦મા દ્વારમાં આહાર વિષયક ચર્ચા આવે છે. તેનું સંક્ષિપ્ત વિવરણ નીચે મુજબ છે.
આહારના અર્થો :
શાસ્ત્રમાં આહાર શબ્દના વિભિન્ન અર્થો પ્રાપ્ત થાય છે.
(૧) ત્રણ શરીર અને છ પર્યાપ્તિને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરવાને આહાર હે છે. (૨) ઉપભોગ્ય શરીરના યોગ્ય પુદ્ગલોના ગ્રહણને આહાર કહે છે. (૩) સર્વલોકના માટે ઉપકારીની જેમ જે આધાર છે તેને આહાર કહે છે. (૪) આલંબનને આહાર કહે છે. જીવ દ્વારા આહત થાય છે તે આહાર છે.૪
આહારના પ્રકાર અને તેનું વિવેચન :
આદિ
શાસ્ત્રમાં દર્શાવેલ આહારને વિભિન્ન પ્રકારે વિભાજિત કરવામાં આવ્યા છે. આગમમાં આહારના ચાર પ્રકારના ભેદોનો ઉલ્લેખ છે.
(૧) કર્માહારાદિ કર્માહાર, નોકર્માહાર, લેપ્પાહાર, ઓજાહાર, માનસાહાર
:
(૨) ખાઘાદિ : અશન, પાન, ખાદ્ય, સ્વાઘ આદિ.
(૩) કાંજી આદિ : આંબલી, આચામ્લ, બેલડી, એકલટાણું આદિ.
(૪) પાનકાદિ : સ્વચ્છ, લેવડ, અલેવડ, સસિધ્ધ, અસિક્સ્થ આદિ.
૪૪૩