________________
દુઃખરૂપથી તેમનું વારંવાર પરિણમન કરે છે.
નારકોને વૈક્રિય શરીર હોય છે. તેથી તેઓ વૈક્રિય શરીરની પુષ્ટિના યોગ્ય જ પુદ્ગલોનો અચિતાહાર કરે છે. ઔદારિક શરીર જીવ ઔદારિક શરીરને યોગ્ય પુદ્ગલોનો આહાર કરે છે. નારકો તો હું આહાર કરું એવી અભિલાષા એક મુહૂર્તમાં પેદા થઈ જાય છે. માટે નારકોની આહારાભિલાષા એ. મુની કહેલી છે.
નારકો દ્રવ્યથી અનંત પ્રદેશી પુદ્ગલોનો આહાર કરે છે કેમકે સંખ્યાત અથવા અસંખ્યાત પ્રદેશી ઢંધ જીવ દ્વારા ગ્રહણ કરી શકાતા નથી. ભાવથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા દ્રવ્યોને આહારના રૂપમાં ગ્રહણ કરે છે. કેમકે પ્રત્યેક પરમાણુમાં ૧ વર્ણ, ૧ ગંધ, ૧ રસ અને ૨ સ્પર્શ અવશ્ય હોય છે. આ બહુલતાથી કહેવાનો આશય એ છે કે અશુભ અનુભાવવાળા પ્રાયઃ મિથ્યાદષ્ટિ જ ઉક્ત કૃષ્ણવર્ણ આદિ અશુભ દ્રવ્યોનો આહાર કરે છે. આગામી થનારા તિર્થંકર આદિ નારક એવા દ્રવ્યોનો આહાર નથી કરતા.
આહારના રૂપમાં ગ્રહણ કરાયેલા તે પુગલો નારકોને અનિષ્ટરૂપમાં પરિણત થાય છે. અપ્રિય અર્થાત્ અંતઃકરણને પ્રિય ન લાગે. અમનોજ્ઞ અર્થાત્ જે વિપાકના સમયે કલેશજનક હોવાના કારણે મનમાં આફ્લાદ ઉત્પન્ન ન કરે. અમને આમ અર્થાત્ જે ભોજયરૂપમાં ગ્રાહ્ય ન હોય. અનિર્ણિત અર્થાત્ આસ્વાદન કરવા માટે ઈષ્ટ ન હોય. તે પુદ્ગલો ભારરૂપમાં પરિણત થવાના કારણે દુઃખરૂપ પરિણત થાય છે. અસુર કુમારાદિના આહાર :
અસુર કુમારોનું કથન નારકો પ્રમાણે કરવું જોઈએ. યાવત્ તેમના માટે વારંવાર પરિણત થાય છે. તેઓમાં જે અભોગનિવર્તિત આહાર છે તે જઘન્યથી ચતુર્થ ભક્ત, ઉત્કૃષ્ટથી કાંઈક અધિક સહસ્ર વર્ષમાં આહારની અભિલાષા ઉત્પન્ન થાય છે. આ કથન સાતિરેક સાગરોપમની સ્થિતિવાળા બલેન્દ્રની અપેક્ષાથી છે. બહુલતારૂપ કારણની અપેક્ષાએ વર્ણથી પીત, અને શ્વેત, ગંધથી સુગંધયુક્ત, રસથી અમ્લ અને મધુર તથા સ્પર્શથી લઘુ, સ્નિગ્ધ, ઉષ્ણ, સુંવાળો (મૂદુ) પુદ્ગલોના પુરાણા વર્ષગુણ યાવત્
૪પ૧