________________
ગુણસ્થાને ઉત્કૃષ્ટ અનંત છે તે સિદ્ધની અપેક્ષાએ છે.
દૃષ્ટિમાં સ્થિતિ :
મિથ્યાત્વદૃષ્ટિને મિશ્રર્દષ્ટિમાં સ્થિતિ જઘન્ય અં. મુ.ની છે ઉત્કૃષ્ટ ૩૩ સગરોપમની છે. સમક્તિદૃષ્ટિની સ્થિતિ જઘન્ય અં. મુ.ની છે ઉત્કૃષ્ટ અનંત કાળનીસિદ્ધની અપેક્ષાએ.
જ્ઞાનમાં સ્થિતિ :
મતિજ્ઞાન, શ્રુતજ્ઞાનની સ્થિતિ જઘન્ય અં. મુ.ની છે અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે.
અવધિજ્ઞાનની સ્થિતિ જઘન્ય ૧૦ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની છે. મનઃ પર્યવજ્ઞાનની સ્થિતિ જધન્ય અં. મુ.ની છે અને ઉત્કૃષ્ટ દેશોનપૂર્વ ક્રોડની છે. કેવલજ્ઞાનની સ્થિતિ જઘન્ય અં. મુ. તે અંતગડકેવલી અપેક્ષાએ અને ઉત્કૃષ્ટ અનંતકાળની છે તે સિદ્ધની અપેક્ષાએ છે.
દંડકમાં સ્થિતિના ચિંતનથી આધ્યાત્મિક વિકાસ :
આ આત્મા જે ભવમાં જાય ત્યાં તેની સ્થિતિ અર્થાત્ આયુષ્ય મળે છે. એ ભવનું આયુષ્ય પૂર્ણ થતાં વળી બીજા ભવને ધારણ કરે છે. જ્યાં સુધી કર્મો છે ત્યાં સુધી નાની મોટી સ્થિતિ પ્રમાણે જીવને ઉત્પન્ન થવું પડે છે. દંડકના જ્ઞાનથી ચિંતન. કરાય છે કે અનંતકાળથી અનેક ભવો કર્યા. હવે કર્મોને ખપાવીને અક્ષય સ્થિતને પ્રાપ્ત કરવાની છે. સિદ્ધક્ષેત્રમાં એ અક્ષય સ્થિતિમાં જ રહે છે. તેમની સ્થિતિનો કદી અંત જ આવતો નથી. ભવભ્રમણ સદાને માટે ટળી જાય છે. આ મનુષ્ય ભવમાં મળેલી સ્થિતિ અર્થાત્ આયુષ્માં ઉત્કૃષ્ટ આરાધના થઈ શકે છે. એકાવતારી બનીને અંતે ત્રીજા ભવે કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને મનુષ્ય ભવ દ્વારા અક્ષયસ્થિતિને પ્રાપ્ત કરી શકાય છે. આ રીતે સ્થિતિનું ચિંતન કરી આધ્યાત્મિક વિકાસના ક્ષેત્રે આગળ વધી શકાય છે. જેના ભાવ ઊંચા તેનું જીવન પણ ઊંચુ બને છે.
૪૩૪