________________
ઉચ્છવાસ યોગ્ય વર્ગણામાંથી તેના દળિયાઓ લઈ શ્વાસોચ્છવાસરૂપે પરિણાવી એનું
આલંબન લઈને છોડે તેને શ્વાસોચ્છવ્વાસ પર્યાપ્તિ કહે છે. . (૫) ભાષા પર્યાપ્તિઃ
ભાષા વર્ગણાના સ્કંધોના નિમિત્તથી ચાર પ્રકારના ભાષારૂપથી પરિણમન કરવાની શક્તિના નિમિત્તભૂત નોકર્મ પુદ્ગલ પ્રચયની પ્રાપ્તિને ભાષા પર્યાપ્તિ કહે છે. અથવા જે શક્તિથી ભાષા વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને ભાષારૂપ પરિણમાવે અને એનો આધાર લઈને અનેક પ્રકારની ધ્વનિરૂપમાં પાછા છોડે એની પૂર્ણતાને ભાષા પર્યાપ્તિ કહે છે. અથવા જેનાવડે ભાષાયોગ્ય દલિકોને લઈ ભાષારૂપે પરિણાવી અને તેનું આલંબન લઈ છોડે તેને ભાષા પર્યાપ્તિ કહે છે. (૯) મનઃ પર્યાપ્ત
અનુભૂત અર્થના સ્મરણરૂપ શક્તિના નિમિત્તભૂત મનોવર્ગણાના સ્કંધોથી નિષ્પન્ન પુદ્ગલ પ્રચયને મનઃ પર્યાપ્તિ કહે છે. અથવા દ્રવ્યમનના આલંબનથી અનુભૂત અર્થના સ્મરણરૂપ શક્તિની ઉત્પત્તિને મન:પર્યાપ્તિ કહે છે. અથવા જે શક્તિથી મનને યોગ્ય મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરીને મનરૂપ પરિણમન કરે અને એની શક્તિ વિશેષથી એ પુદ્ગલોને પાછા છોડે એની પૂર્ણતાને મન:પર્યાપ્તિ કહે છે. અથવા જેના વડે મનોયોગ્ય વર્ગણામાંથી દળિયા લઈ મનરૂપે પરિણાવી એનું આલંબન લઈને છોડે તેને મન:પર્યાપ્તિ કહે છે. દેડકમાં પર્યાપ્તિ ઃ
सुरनरतिरिनिरएसु, छ पज्जत्ती थावरे चऊगं
विगले पंच पज्जत्ती, ॥३०॥ ગાથાર્થ :
દેવના ૧૩ દંડક, ગર્ભજ પંચેન્દ્રિયનો ૧ દંડક, ૧ ગર્ભજ મનુષ્યનો દંડક અને સાત નરકનો ૧ દંડક એ ૧૬ દંડકોમાં છ એ પર્યાપ્તિ હોય છે. સ્થાવરના પાંચ દંડકોમાં ભાષા અને મન વર્જીને ચાર પર્યાપ્તિ છે. ત્યારે વિકસેન્દ્રિયને પાંચ પર્યાપ્તિ છે.
૪૩૯