________________
જધન્ય પલ્યના અસંખ્યાત ઓછી ત્રણ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે.
અંતરદ્વીપના અકર્મભૂમિના મનુષ્ય સ્ત્રીઓની સ્થિતિ જન્મની અપેક્ષાએ જઘન્ય -પલ્યા અસંખ્યાત વ્યગ્ર જૂજ મરી અને ઉત્કૃષ્ટ પ્રત્યે પ્રેમના અસંખ્ય એમ ભાગની છે. મનુષ્ય નપુંસકોની સ્થિતિ :
મનુષ્ય નપુંસકોની સ્થિતિ ક્ષેત્રની અપેક્ષાએ જઘન્ય એક અં. મુની છે. અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની છે. ચારિત્ર ધર્મની અપેક્ષાએ કર્મભૂમિના મનુષ્ય નપુંસકોની સ્થિતિ જઘન્ય અં. મુની છે. અને ઉત્કૃષ્ટ દેશે ઉણી પૂર્વકોટી છે. અહિં આઠ વર્ષમાં સંયમ પ્રાપ્ત કર્યા પછી જીવતાં સુધી સંયમ પાળવો એ જ દેશે ઉણું છે. કર્મભૂમિના ભરત અને ઐરાવતક્ષેત્રરૂપ નપુંસકની સ્થિતિ ક્ષેત્રની અપેક્ષાએ અને ચારિત્રધર્મની અપેક્ષાએ જઘન્ય એક અં. મુની એ ઉત્કૃષ્ટથી પૂર્વોક્ત કથન પ્રમાણે સમજવી.
અકર્મભૂમિના મનુષ્ય નપુંસકોની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અં. મુની છે. કેમકે અકર્મભૂમિના મનુષ્ય નપુંસક સંમૂચ્છિમ જ હોય છે. અકર્મભૂમિમાં યુગમ ધર્મીઓમાં નપુંસકપણાનો અભાવ હોય છે. સંમૂચ્છિમ મનુષ્ય તો એ. મુ. પછી મરણધર્મને પ્રાપ્ત કરી લે છે. વિશેષતા એ છે કે જઘન્યના અં. મુકાળથી ઉત્કૃષ્ટનો જે અં. મુ. કાળ છે તે વધારે મોટો છે. સંહરણની અપેક્ષાએ અર્થાત્ કર્મભૂમિના મનુષ્ય નપુંસકોને સંકરણથી અકર્મભૂમિમાં લઈ જવામાં આવેલા હોય તો અકર્મભૂમિના મનુષ્ય નપુંસકોની સ્થિતિ જઘન્યથી અં. મુ. અને ઉત્કૃષ્ટ દેશે ઉણી પૂર્વક્રોડીની હોય છે. યાવત્ અંતરદ્વીપના મનુષ્ય નપુંસકોની પણ સમજવી. વાણવ્યંતરોની સ્થિતિ:
વાણવ્યંતર દેવોની સ્થિતિ જઘન્ય ૧૦ હજાર વર્ષની છે અને ઉત્કૃષ્ટ ૧ પલ્યની છે. પર્યાપ્તા વાણવ્યંતરોની જઘન્ય અં. મુ. ઓછી દશ હજાર વર્ષની છે અને ઉત્કૃષ્ટ અં. મુ ઓછી પલ્યોપમની છે. તેની દેવીની જઘન્ય ૧૦ હજાર વર્ષની સ્થિતિને ઉત્કૃષ્ટ અર્ધ પલ્યની છે. તેના પર્યાપ્તા દેવીની અં. મુ. ઓછા ૧૦ હજાર વર્ષની અને ઉત્કૃષ્ટ એ. મુ. ઓછા પત્યની છે. કેમકે દેવીની અપર્યાપ્તાની સ્થિતિ અં. મુ. જ હોય છે.
૪૨૧