________________
સ્થતિ જઘન્ય અં. મુ ઓછા ૧ પલ્યની અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછા ૭ પલ્યની છે.
ઇશાન કલ્પમાં દેવોની સ્થિતિ જઘન્ય કાંઈક અધિક પલ્યની છે. અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક બે સાગ.ની છે. તેના પર્યાપ્તા દેવોની જઘન્ય અં. મુ. ઓછા કાંઈક અધિક પત્યની છે અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક બે સાગ.ની છે. ઇશાન કલ્પમાં દેવીઓની સ્થિતિ કાંઈક અધિક એક પત્યની છે અને ઉત્કૃષ્ટ ૫૫ પત્યની છે. તેના પર્યાપ્તા દેવીઓની જઘન્ય અં. મુ. ઓછા એક પત્યની છે અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછા ૫૫ પત્યની છે.. અને અપરિગૃહિતા દેવીઓની એટલી જ સ્થિતિ જાણવી.
ઇશાન કલ્પમાં પરિગૃહિતા દેવીઓની સ્થિતિ જઘન્ય કાંઈક અધિક ૧ પલ્યની અને ઉત્કૃષ્ટ નવ પલ્યની છે. તેના પર્યાપ્તા દેવીઓની સ્થિતિ જઘન્ય એ. મુ. ઓછા કાંઈક અધિક પલ્યની અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછા નવ પલ્યની છે.
ઈશાન" કલ્પના મધ્ય પરિષદના દેવોની સ્થિતિ છે પત્યની છે.
સનકુમાર કલ્પમાં દેવોની સ્થિતિ જઘન્ય બે સાગ ની છે અને ઉત્કૃષ્ટ ૭ સાગ.ની છે. પર્યાપ્તા દેવોની સ્થિતિ જઘન્ય અં. મુ. ઓછા ૨ સાગ.ની છે. અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછા સાત સાગરોપમની છે.
મહેન્દ્રકલ્પમાં દેવોની સ્થિત જઘન્ય કાંઈક અધિક ૨ સાગ.ની છે. અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક ૭ સાગરોપમની છે. પર્યાપ્તાની જઘન્ય અં. મુ. ઓછા, કાંઈક અધિક બે સાગરોપમની છે. પર્યાપ્તાની જઘન્ય અં. મુ. ઓછા કાંઈક અધિક બે સાગરોપમ અને ઉત્કૃષ્ટ અં. મુ. ઓછા કાંઈક અધિક ૭ સાગરોપમની છે.
અસુરેન્દ્રો (ચમર અને બલિ) સિવાયના ભવનવાસી દેવોની ઉત્કૃષ્ટ બે પલ્ય કરતાં થોડી જૂન છે. સૌધર્મ કલ્પના દેવોની ઉત્કૃષ્ટ બે સાગરોપમની છે. ઈશાન કલ્પમાં દેવોની સ્થિતિ ઉત્કૃષ્ટ બે સાગથી કાંઈક અધિક છે. સનકુમાર કલ્પમાં દેવોની જઘન્ય સ્થિતિ બે સાગ.ની છે. અને મહેન્દ્ર કલ્પમાં દેવોની સ્થિતિ બે સાગરોપમથી કાંઈક અધિક છે.
૪૨૪