________________
આનતદેવોથી અશ્રુતકલ્પ સુધીના દેવોમાં નારકોથી, તિર્યચોથી, દેવોથી ઉત્પન્ન થતા નથી. પરંતુ મનુષ્યોથી ઉત્પન્ન થાય છે. સમુચ્છિમ મનુષ્યોથી નહિ પરંતુ ગર્ભજ મનુષ્યોથી ઉત્પન્ન થાય છે. ગર્ભજ મનુષ્યોમાં કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોથી ઉત્પન્ન થાય છે. અકર્મભૂમિકો કે અંતરદ્વીપોથી નહિ. કર્મભૂમિના ગર્ભજ મનુષ્યોમાંથી સંખ્યાત વર્ષની આયુવાળા મનુષ્યોથી ઉત્પન્ન થાય છે. અસંખ્યાત વર્ષવાળા મનુષ્યોથી નહિ. સંખ્યાત વર્ષની આયુવાળામાં પર્યાપ્ત મનુષ્યોથી ઉત્પન્ન થાય છે. અપર્યાપ્તકોથી નહિ. પર્યાપ્ત મનુષ્યોમાંથી સમ્યગુદૃષ્ટિ પર્યાપ્ત મનુષ્યોથી ઉત્પન્ન થાય છે. મિથ્યાષ્ટિ પર્યાપ્તકો અને સમ્યગૃમિથ્યાદષ્ટિ પર્યાપ્તકોથી નહિં. સમ્યગૃષ્ટિ પર્યાપ્ત મનુષ્યોમાંથી સંયત, સંયતાસંયત અને અસંયત સમ્યગુદૃષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષવાળા મનુષ્યોથી ઉત્પન્ન થાય છે. એ જ પ્રકારે નવ રૈવેયકમાં પણ વિશેષ એ છે કે સંયત સમ્યગૃષ્ટિ પર્યાપ્ત સંખ્યાત વર્ષવાળા મનુષ્યોથી ઉત્પન્ન થાય છે. અસંયત અને સંયતા સયતથી નહિ. એ જ પ્રકારે અનુત્તરોપપાતિક પણ એ જ પ્રકારે સમજવું. વિશેષ એ છે કે અપ્રમત્ત સંયત સમ્યગુદૃષ્ટિ પર્યાપ્તકો સંખ્યાત વર્ષવાળા મનુષ્યોથી ઉત્પન્ન થાય છે, પ્રમત્ત સંયતથી નહિ. અપ્રમત સંયત સમ્યગદષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષવાળા મનુષ્યોમાં ઋદ્ધિપ્રાપ્ત સંયત અને અવૃદ્ધિ પ્રાપ્ત અપ્રમત્ત સંયત સમ્યગુદૃષ્ટિ પર્યાપ્ત સંખ્યાતવર્ષવાળા મનુષ્યોથી ઉત્પન્ન થાય છે.
નવરૈવેયકોમાં ભવ્ય અને અભિવ્ય બંને ઉત્પન્ન થાય છે. જ્યારે સર્વાર્થસિદ્ધમાં ભવ્ય જ ઉત્પન્ન થાય છે.
આ રીતે સૌધર્મ અને ઈશાનદેવોના ઉવવાયની પ્રરૂપણામાં બધા નારકો, અને દેવોનો નિષેધ કરાયેલો છે. સનકુમાર લઈને સહસાર સુધીના દેવોમાં અકર્મભૂમિજોથી ઉવવાયનો નિષેધ કરાયેલો છે. આનત આદિમાં તિર્યંચ પંચેન્દ્રિયના ઉવવાનો નિષેધ કરાયેલો છે. અને વિજયાદિ વિમાનોમાં મિથ્યાષ્ટિ મનુષ્યોથી ઉવવાય થવાનો નિષેધ કરેલ છે. ઉદ્વર્તનાદ્વાર :
નારકીજીવ નારકોથી ઉત્પન્ન થતા નથી. તિર્યો અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય
૪00