________________
સમુચ્છિમ તિર્યંચ રત્નપ્રભા પૃથ્વી સુધી જ ઉત્પન્ન થઈ શકે છે. શર્કરા પ્રભા આદિમાં ઉત્પન્ન થતાં નથી. ભુજપરિ સર્ષ પહેલી બે નરકમાં ઉત્પન્ન થાય છે. ખેચર પ્રથમ ૩ નરકમાં, સ્થલચર પ્રથમ ચાર નરકમાં, ઉરપર પ્રથમની પાંચ નરકમાં, સ્ત્રી છઠ્ઠી નરક સુધી ઉત્પન્ન થાય છે, આગળ નહિ, સાતમી પૃથ્વીમાં સ્ત્રીઓનો ઉત્પાદ નિષેધ કર્યો છે. ૭મી પૃથ્વીમાં મનુષ્ય તથા જળચરમાં મત્સ્ય ઉત્પન્ન થઈ શકે છે. મનુષ્યો સાતેય નરકમાં ઉત્પન્ન થાય છે.
અસુરકુમાર નારકોથી આવીને ઉત્પન્ન થતા નથી. તિર્યંચો અને મનુષ્યોથી આવીને ઉત્પન્ન થાય છે. દેવોથી આવીને ઉત્પન્ન થતા નથી. એ રીતે જેમનાથી નારકોનો ઉવવાય કહ્યો તેમનાથી અસુરકુમારોનો પણ ઉવવાય કહેવો. વિશેષ એ છે કે અસંખ્યાત વર્ષવાળા અકર્મભૂમિજ, અંતરદ્વીપ જ મનુષ્યો અને તિર્યચોથી પણ ઉત્પન્ન થાય છે. શેષ તે પ્રમાણે સમજવું એ જ પ્રકારે યાવત્ સ્વનિતકુમારી સુધી જાણવું.
પૃથ્વીકાયિક, અપકાયિક અને વનસ્પતિકાયિક નારકોથી ઉત્પન્ન થતા નથી. તિર્યંચો, મનુષ્યો અને દેવોથી ઉત્પન્ન થાય છે. તેઉકાયિક અને વાઉકાયિક તિર્યચોથી જ ઉત્પન્ન થાય છે. તિર્યચોમાં એકેન્દ્રિય તિર્યંચો ચાવતુ પંચેન્દ્રિય તિર્યચોથી ઉત્પન્ન થાય છે. એકેન્દ્રિયમાં પૃથ્વીકાયિકોથી યાવત્ વનસ્પતિકાયિકોથી ઉત્પન્ન થાય છે. પૃથ્વીકાયિકો આદિમાં સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત આદિથી ઉત્પન્ન થાય છે. બે ઇન્દ્રિયો, તેઇન્દ્રિયો, ચૌરેન્દ્રિયોથી, પર્યાપ્ત અને અપર્યાપ્તોથી ઉત્પન્ન થાય છે. પંચેન્દ્રિય તિયચોથી નારકોના ઉવવાય પ્રમાણે જાણવું. વિશેષ એ છે કે પર્યાપ્તકો અને અપર્યાપ્તકોથી પણ ઉત્પન્ન થાય છે. મનુષ્યોથી પણ જેવા જેવા નારકોના છે તેવા તેવા જાણવા. વિશેષ એ છે કે અપર્યાપ્તકોથી પણ ઉત્પન્ન થાય છે. દેવોમાં ભવનવાસી, વાણવ્યંતર જ્યોતિષ્ક, વૈમાનિકોથી ઉત્પન્ન થાય છે. ભવનપતિમાં અસુરકુમાર યાવત્ સ્વનિતકુમાર દેવોથી. વાણવ્યંતરોમાં પિશાચોથી યાવતુ ગંધર્વોથી જયોતિષ્કોમાં ચંદ્રવિમાનના દેવોથી યાવત તારા વિમાનના દેવોથી ઉત્પન્ન થાય છે. વૈમાનિક દેવોમાં કલ્યોપન્ન દેવોથી અને કલ્પપપન્નમાં પણ સૌધર્મ અને ઇશાનેથી ઉત્પન્ન થાય છે. સનકુમાર યાવતુ અય્યત સુધીના વિમાનોથી ઉત્પન્ન થતા નથી. પૃથ્વીકાયિક, અપકાયિક, વનસ્પતિકાયિકનું એ જ પ્રમાણે જાણવું. એ જ પ્રકારે તેજસ્કાયિક અને
૩૯૮