________________
(૧૫મું) ઉપયોગ દ્વાર
દંડક પ્રકરણમાં ૨૪ દ્વારોની શાસ્ત્રીય ચર્ચા-સૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે. આ વિચારણામાં ૧૫મા દ્વારમાં ઉપયોગ વિષયક ચર્ચા આવે છે. તેનું સંક્ષિપ્ત વિવરણ નીચે પ્રમાણે છે.
ઉપયોગના અર્થો - શાસ્ત્રમાં ઉપયોગ શબ્દના વિભિન્ન અર્થો પ્રાપ્ત થાય છે.
(૧) ચેતનાની પરિણતિ વિશેષનું નામ ઉપયોગ છે.' (૨) ચેતના સામાન્ય ગુણ છે. અને જ્ઞાન, દર્શન આ તેના પર્યાયો છે. તેને ઉપયોગ કહે છે. (૩) જીવ જે ભાવ વસ્તુને ગ્રહણ કરવા પ્રવૃત્ત થાય છે. તેને ઉપયોગ કહે છે. (૪) જે અંતરંગ અને બહિરંગ બંને પ્રકારના નિમિત્તથી થાય છે અને ચૈતન્યને છોડીને અન્યત્ર રહેતો નથી તે પરિણામ ઉપયોગ કહેવાય છે. (૫) જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમને લબ્ધિ કહે છે. તે લબ્ધિના આલંબનથી ઉત્પન્ન થવાવાળા આત્માના પરિણામને ઉપયોગ કહે છે." (૬) સ્વ અને પરને ગ્રહણ કરવાવાળા પરિણામને ઉપયોગ કહે છે. (૭) આત્માના ચૈત્યાનુવિધાયી પરિણામને ઉપયોગ કહે છે.”
ઉપયોગના પર્યાયોના જુદા જુદા શબ્દો - શાસ્ત્રમાં આવતા વિભિન્ન શબ્દો આ પ્રમાણે છે. પ્રણિધાન અને પરિણામ. આ ઉપયોગના એકાર્યવાચી શબ્દો છે આગમોમાં વાચના, પૃચ્છને, પરિપટ્ટણા, અનુપ્રેક્ષા, સ્તવ, સ્તુતિ, ધર્મકથાને પણ ઉપયોગ કહેલ છે,
ઉપયોગના પ્રકારો - શાસ્ત્રમાં દર્શાવેલ ઉપયોગને બે વિભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે.
૩૮૧