________________
અતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મત્યજ્ઞાન શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન આ છ હોય છે. અને ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન આ ત્રણ અનાકારોપયોગ હોય છે. સમ્યક્રષ્ટિ નારકોને ત્રણ જ્ઞાન હોય છે અને મિથ્યાદષ્ટિ નારકોને ત્રણ અજ્ઞાન હોય છે.
તેથી નારકોમાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનરૂપ છ સાકારોપયોગ હોય છે. અને ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શન આ ત્રણ અનાકારોપયોગ હોય છે.
ભવનપતિમાં, વાણવ્યંતરમાં, જ્યોતિષીમાં, અને વૈમાનિકોમાં પણ ઉપર બતાવ્યા પ્રમાણે છે સાકારોપયોગ અને ત્રણ અનાકારોપયોગ છે.
એકેન્દ્રિય જીવોને સમ્યગ્દર્શન ન હોવાથી તેઓમાં જ્ઞાન હોતું નથી. મત્યજ્ઞાન, શ્રુતજ્ઞાન એ બે અજ્ઞાન અને અચક્ષુદર્શન હોય છે. અર્થાતુ બે સાકારોપયોગ અને એક અનાકારોપયોગ હોય છે. આ રીતે કુલ ત્રણ ઉપયોગ છે.
વિકલેન્દ્રિયોમાં અપર્યાવસ્થામાં સાસ્વાદાન સમકિત હોય છે. તેથી તેઓમાં જ્ઞાન અને અજ્ઞાન બંને હોય છે.
બેઇન્દ્રિય અને તે ઇન્દ્રિયમાં - બે જ્ઞાન અને બે અજ્ઞાન હોય છે. અને - અચક્ષુદર્શન હોય છે. એટલે કે ચાર સાકારોપયોગ અને એક અનકારોપયોગ હોય છે.
કુલ પાંચ ઉપયોગ હોય છે. - ચૌરેન્દ્રિયમાં બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દર્શન હોય છે. અર્થાત્ ચાર સાકારોપયોગ અને ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એ બે અનાકારોપયોગ હોય છે. કુલ છ ઉપયોગ હોય છે.
અસંશી તિર્યંચ પંચેન્દ્રિયમાં ચૌરેન્દ્રિયની જેમ કુલ છ ઉપયોગ હોય છે.
સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં નારકોના સમાન ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન એ છે સાકારોપયોગ અને ત્રણ દર્શન એ ત્રણ અનાકારોપયોગ એમ કુલ નવ ઉપયોગ હોય છે.
મનુષ્યમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન એ આઠ સાકારોપયોગ અને ચાર દર્શન એ ચાર અનાકારોપયોગ હોય છે.
૩૮૫