________________
(૨) મૃષાભાષા - વિદ્યમાન અર્થનું નિષેધ કરનારી જે ભાષા છે. તેને મૃષાભાષા કહે છે.
(૩) સત્ય મૃષાભાષા - જે ભાષા અંશતઃ સત્ય હોય અને અંશતઃ અસત્ય હોય એવી ભાષાને સત્યમૃષા ભાષા કહે છે. જેમ કે “આત્મા છે અને તે અકર્તા છે.” અહિં “આત્મા” આટલું કથન તો સત્ય જ છે. પણ “તે અકર્તા છે.” આ કથન અસત્ય છે. કારણ કે આત્મા કર્તા છે. એ વાત જ સત્ય છે. તેથી આ કથન અંશતઃ સત્ય અને અંશતઃ અસત્ય હોવાથી આ પ્રકારની ભાષાને સત્યમૃષાભાષા કહે છે.
(૪) અસત્ય મૃષાભાષા - જે ભાષા અસત્ય મૃષા સ્વભાવવાળી હોય છે. એટલે કે બંને સ્વભાવથી રહિત હોય છે. તે ભાષાને અસત્યમૃષા કહે છે. જેમ કે “ગામ આવી ગયું” ઇત્યાદિ વચન. આ પ્રકારનાં વચન સત્ય પણ નથી અને અસત્ય પણ નથી. કારણ કે ગામ તો જડ વસ્તુ છે. ગામ આવતું નથી પણ આપણે ગામ પાસે જઈએ છીએ. છતાં આ પ્રકારની ભાષા પ્રયોગ થાય છે. આ અસત્યમૃષાને વ્યવહારભાષા પણ
છે. પંદર પ્રકારના યોગોનું અલ્પબહત્વ -
પંદર પ્રકારના યોગોમાંથી, બધાથી થોડા કાર્મણ શરીરનો જઘન્ય યોગ છે. તેનાથી ઔદારિક મિશ્ર શરીરનો જઘન્ય યોગ અસંખ્યાતગણો છે. તેનાથી વૈક્રિય મિશ્રનો જઘન્ય યોગ અસંખ્યાતગણી છે. તેનાથી ઔદારિક શરીરનો જઘન્ય યોગ અસંખ્યાત ગણો છે. તેનાથી વૈક્રિય શરીરનો જઘન્ય યોગ અસંખ્યાતગણો છે. આ રીતે કાર્પણ શરીર વગેરેનાં જઘન્ય યોગનું અલ્પબદુત્વ બતાવેલ છે. હવે ઉત્કૃષ્ટ યોગનું અલ્પબહત્વ :
વૈક્રિય શરીરના જઘન્ય યોગ કરતાં કામણ શરીરનો ઉત્કૃષ્ટ યોગ છે તે અસંખ્યાતગણો છે. તેના કરતાં આહારક મિશ્રનો જઘન્ય યોગ અસંખ્યાતગણો છે. તેના કરતાં આહારક શરીરનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણો છે. ઔદારિક મિશ્રનો અને વૈક્રિયા મિશ્રનો અર્થાત્ એ બંને શરીરનો જે ઉત્કૃષ્ટ યોગ છે તે પહેલા યોગ કરતાં. અસંખ્યાતગણો છે. અર્થાત્ પરસ્પરમાં સરખો છે. તેના કરતાં અસત્યમૃષા મનોયોગનો
૩૭૪