________________
આવ્યું છે. ઔદારિક આદિ શરીરના વ્યાપારથી ગૃહીત જે મનોદ્રવ્ય સમૂહ છે. તે મનોદ્રવ્ય સમૂહની સહાયતાથી જીવનો જે ચિંતનાત્મક વ્યાપાર ચાલે છે તે ભાવ મન છે. આ જીવનો વ્યાપાર જ મનોયોગ છે. સહકારી કારણભૂત મન દ્વારા જે યોગ થાય છે તેને મનોયોગ કહે છે. જેના દ્વારા ચિંતન કરાય છે તે ભાવમન છે. એવું તે મન મનોદ્રવ્ય માત્રરૂપ હોય છે. મનોવર્ગણાથી ગૃહીત એવા જે મનોયોગ્ય અનંત પુદ્ગલ અંધ છે. તે પુદ્ગલોથી નિવૃત્ત જે મનયોગ્ય પુદ્ગલમય દ્રવ્ય છે તે દ્રવ્યમન છે. તે મન એક છે. તે મન ચાર પ્રકારનું છે. અને સંજ્ઞી જીવોની અસંખ્યાતની અપેક્ષાએ તે અસંખ્યાત ભેદવાળું પણ કહેવાય છે. છતાં પણ મનનરૂપ સામાન્યની અપેક્ષાએ સમસ્ત મનોમાં એકત્વ હોવાથી તેને એક કહ્યું છે.
વચન એક છે. જે બોલવામાં આવે છે તે વચન છે. અહીં વચન પદથી ' ભાવવાફને ગ્રહણ કરવામાં આવેલ છે. ઔદારિક, વૈક્રિય અને આહારક શરીરના વ્યાપારથી ગૃહીત જે વાક્તવ્ય સમૂહની સહાયતાથી જીવનો જે વ્યાપાર ચાલે છે તેને વાક્યોગ કહે છે. સહકારી કારણરૂપ વચન દ્વારા જે યોગ થાય છે, તે યોગને વાક્યોગ ધે છે, તે વાફ (વાણી) એક છે. જો કે મનોયોગની જેમ વાક્યોના પણ ચાર ભેદ કહ્યા છે. પરંતુ વચન સામાન્યની અપેક્ષાએ સમસ્ત વચનોમાં એકતા હોવાની અપેક્ષાએ તેને એક કહ્યું છે.
કાય એક છે. અન્નાદિદ્વારા જે વૃદ્ધિ પામે છે તે કાય છે. તે શરીરના વ્યાપારને કાય વ્યાયામ કહે છે. ઔદારિક આદિ શરીરવાળા આત્માનું જે વીર્યરૂપ પરિણામ વિશેષ છે. તેનું જ નામ કાયવ્યાયામ છે. તે કાયવ્યાયામ એકત્વ સંખ્યાયુક્ત છે. જો કે આ કાયવ્યાયામરૂપ કાયયોગના સાત પ્રકાર પડે છે. અનંત જીવોની અપેક્ષાએ તેને અનેક પ્રકારનો કહ્યો છે. છતાં પણ સામાન્યરૂપ કાયવ્યાયામની અપેક્ષાએ તેમાં એકત્વ પ્રગટ કરવામાં આવ્યું છે. યોગોમાં અલ્પબદુત્વ :
સયોગી, મનોયોગી, વચનયોગી, કાયયોગી અને અયોગી જીવોમાં બધાથી ઓછા મનોયોગવાળા જીવ છે. કેમકે પર્યાપ્ત જીવ જ મનોયોગવાળા થાય છે. અને . તેઓ બધાથી થોડા છે. તેનાથી વચનયોગવાળા જીવ અસંખ્યગણા અધિક છે. કેમકે સંક્ષી
૩૨