________________
હેશ છે.
નારકના કથન પ્રમાણે યાવત્ વૈમાનિક પર્યંતના બાકીના ૨૩ દંડકોમાં સમપણાની, વિષમપણાની અને અધિકપણાની વ્યાખ્યા એકની અપેક્ષાથી કરવી જોઈએ. યોગની નિવૃત્તિ ઃ
યોગ નિવૃત્તિ ત્રણ પ્રકારની કહેલી છે. મનોયોગ નિવૃત્તિ, વચનયોગ નિવૃત્તિ, અને કાયયોગ નિવૃત્તિ. આ યોગ નિવૃત્તિ નારકોથી લઈને વૈમાનિક સુધીના સઘળા સંસારી જીવોને હોય છે. કોઈ જીવને માત્ર કાયયોગ નિવૃત્તિ હોય છે. કોઈ જીવને કાયયોગ અને વચન યોગ નિવૃત્તિ હોય છે. અને કોઈ જીવને ત્રણેય યોગની નિવૃત્તિ હોય છે. જેથી જીવને જે યોગ હોય તે જીવને તે યોગની નિવૃત્તિ સમજવી.
નિવૃત્તિ એટલે નિષ્પત્તિ. એકેન્દ્રિય પર્યાય રૂપથી જીવોની નિષ્પત્તિ-ઉત્પત્તિ થાય છે તેનું નામ જીવનિવૃત્તિ છે.
ભાષા નિવૃત્તિ ચાર પ્રકારની હોય છે. (૧) સત્યભાષા નિવૃત્તિ, મૃષા ભાષા નિવૃત્તિ, સત્યામૃષા ભાષા નિવૃત્તિ અને અસત્યામૃષાભાષા નિવૃત્તિ. આ રીતે એકેન્દ્રિય જીવોને છોડીને વૈમાનિક પર્યંતના જીવોને જે ભાષા હોય છે. તે જીવને તે ભાષાની નિવૃત્તિ કહેવી. એકેન્દ્રિય જીવોને ભાષા હોતી નથી. તેથી ભાષા નિવૃત્તિમાં તેઓને ગ્રહણ કરવામાં નિષેધ કરવામાં આવેલ છે. આ રીતે સત્યાદિ ભાષાના ભેદથી એકેન્દ્રિય જીવ સિવાયના અન્ય જીવ માત્રને ચાર પ્રકારની ભાષા હોય છે.
મનોનિવૃત્તિ ચાર પ્રકારની કહેવામાં આવી છે.
(૧) સત્યા મનોનિવૃત્તિ (૨) અસત્યા મનોનિવૃત્તિ (૩) સત્યા સત્યા મનોનિવૃત્તિ અને (૪) અનુભય મનોનિવૃત્તિ. આ ચારે પ્રકારની મનોનિવૃત્તિ એકેન્દ્રિય અને વિક્લેન્દ્રિય જીવોને છોડીને બાકીના વૈમાનિક સુધીના જીવોને હોય છે. એકેન્દ્રિય અને વિક્લેન્દ્રિયને મન હોતું નથી. તેથી તે જીવોને છોડવાનું કહેલ છે. આ મનોનિવૃત્તિ જે જીવોને મન હોય છે તેને જ કહી છે. સંશી પંચેન્દ્રિય્ જીવોને જ મન હોય છે. તેથી તેઓને આ મનોનિવૃત્તિ હોય છે.
મનન કરવું તેનું નામ મન છે. અહિં મન દ્વારા ભાવમનને જ ગ્રહણ કરવામાં
૩૭૧