________________
જેમ સાંધેલા અને જૂનાં કપડાંના પહેરવેશવાળો, શરીર ઉપર રાખ વગેરે ચોપડેલ અને સજજનને દયાપાત્ર એવી વ્યક્તિ પોતાની જાતને જે અત્યંત કદાગ્રહી રાજા કરતાં પણ ચઢીયાતી જુએ છે. = ૧૩
તેમ મનોવિભ્રમ દોષવાળો જીવ અકૃતાર્થ હોવા છતાં પોતાના કૃતાર્થ માનવા સ્વરૂપ માને છે. = ૧૪
સમ્યગુદર્શનના યોગથી જ્ઞાન થાય છે. ગ્રંથીભેદથી સમ્યગદર્શન પ્રાપ્ત થાય છે. ગ્રંથભેદ અપૂર્વકરણથી થાય છે. તે અપૂર્વકરણ લોકોત્તર જાણવું. કેમકે કયારેય પણ પૂર્વે પ્રાપ્ત થયું નથી. = ૧૫
માટે લોકોત્તર ચારિત્રવાળા અચિંત્યશક્તિવાળા, શાંત મનવાળા અને ઔચિત્યવાળા જીવનું જ્ઞાન જાણવું. ઉપર્યુક્ત ગુણથી વિપરીત જીવનો બોધ, વિપર્યાસ - ભ્રમ - અજ્ઞાન સ્વરૂપ જાણવો. = ૧૬
“સન્મતિતકના પ્રથમ કાંડમાં તૈયાયિક અને જૈન દર્શનની જ્ઞાન વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ છે. , ,
૪૫મતિ અજ્ઞાનના વિષયને સંક્ષેપથી ચાર પ્રકારના કહ્યા છે. ' (૧) દ્રવ્યની અપેક્ષાએ (૨) ક્ષેત્રની અપેક્ષાએ (૩) કાળની અપેક્ષાએ અને (૪) ભાવની અપેક્ષાએ. . દ્રવ્યની અપેક્ષાથી મત્યજ્ઞાની મત્યજ્ઞાનના વિષયભૂત થયેલા દ્રવ્યોને જાણે છે અને દેખે છે. તેવી જ રીતે મત્યજ્ઞાની મત્યજ્ઞાનના વિષયભૂત થયેલા યાવત સઘળા ભાવોને જાણે છે અને દેખે છે. - મિથ્યાદર્શનથી યુક્ત અવગ્રહ, ઇહા આદિ દ્વારા અને ઔત્પાતિકી આદિ બુદ્ધિઓ દ્વારા મત્યજ્ઞાની પોતાના મત્યજ્ઞાનમાં વિષયભૂત દ્રવ્યોને અવાય, ધારણા આદિ રૂપથી જાણે છે અને અવગ્રહ ઇહા આદિ રૂપથી દેખે છે. યાવતુ ભાવની અપેક્ષાએ આશ્રય કરીને મત્યજ્ઞાની મત્યજ્ઞાન દ્વારા વિષયભૂત થયેલા પદાર્થોને જાણે છે અને દેખે છે.
શ્રુત અજ્ઞાનના વિષયને પણ એ જ ચાર પ્રકારના કહ્યા છે. દ્રવ્યની અપેક્ષાથી
૩પ૦