________________
તરીકે, આંબા વગેરે ઘણા ઝાડોવાળા વનને મુખ્યતાની અપેક્ષાએ આંબાનું વન વિચારે તેવા મિશ્ર-ઔપચારિક વાક્યો વિચારે તે મિશ્ર મનોયોગ કહેવાય છે. (૪) અસત્ય-અમૃષા-વ્યવહાર મનોયોગ -
જે વિચારને વ્યવહારદષ્ટિથી સાચો તેમ જ ખોટો પણ ન કહી શકાય તેવો વિચાર કરતી વખતે આત્મામાં થતો વ્યાપાર. દાખલા તરીકે - વ્યવહારમાં આપણે જે જે અનેક પ્રકારના “આવો”, “બેસો” વગેરે કામ પૂરતાં વાક્યો જે વિચારથી બોલીએ છીએ. તથા પશુઓ વગેરે અસ્પષ્ટ વિચાર કરે છે, તે દરેક ચોથા પ્રકારમાં આવી શકે છે. (૨) વચનયોગ ૪ પ્રકાર :
(૧) સત્યવચન યોગ (૨) અસત્ય વચન યોગ (૩) મિશ્ર વચનયોગ (૪) વ્યવહાર વચન યોગ. ઉપર પ્રમાણે મનોયોગ પ્રમાણે ૪ પ્રકારે વચનયોગમાં સમજવું (૩) કાયયોગના ૭ પ્રકાર -
(૧) ઔદારિક (૨) ઔદારિક મિશ્ર (૩) વૈક્રિય (૪) વૈક્રિય મિશ્ર (૫) આહારક (૬) આહારક મિશ્ર (૭) કાર્પણ કાયયોગ. (૧) ઔદારિક કાયયોગ :
ઔદારિક શરીરની ગમનાદિક ચેષ્ટા વખતે આત્મામાં પ્રવર્તતા વ્યાપારને ઔદારિક કાયયોગ કહે છે. (૨) ઔદારિક મિશ્ર કાયયોગ -
કાર્પણ શરીર અને ઔદારિક શરીર અથવા ઔદારિક શરીર અને વૈક્રિય અથવા આહારક શરીરના મિશ્રણવાળા શરીરની ચેષ્ટાઓ વખતે આત્મામાં પ્રવર્તતા વ્યાપારને ઔદારિક મિશ્ર કાયયોગ કહે છે. જ્યાં સુધી ઔદારિક અપરિપૂર્ણ રહે છે. ત્યાં સુધી તેને ઔદારિક મિશ્ર કહે છે. જેવી રીતે ગોળમિશ્રિત દહીં, ગોળરૂપે ઓળખાતું નથી અને દહીં રૂપે પણ ઓળખાતું નથી. એ જ પ્રમાણે કામર્ણની સાથે મિશ્ર એવા ઔદારિક શરીરને દારિક પણ કહી શકાતું નથી અને કામણ પણ કહી શકાતું નથી. કારણ કે તે અપરિપૂર્ણ છે. તેથી તેને ઔદારિક મિશ્ર કહેવામાં આવે છે. એ જ પ્રમાણે વૈક્રિય
૩૭.