________________
પ્રવર્તે છે. તેને વચનયોગ કહેવાય છે. વચનના જે કરણ, કારણ અને અનુમતિરૂપ વ્યાપાર છે તેનું નામ વચનયોગ છે. તે વચન યોગ ચાર પ્રકારનો છે. (૩) કાયયોગ - - શરીરની વર્ગણાઓના બનેલા શરીરોને લીધે પ્રવર્તે છે. તેને કાયયોગ કહેવાય છે. હાલવું, ચાલવું ઇત્યાદિ શરીર સંબંધી ક્રિયાઓ છે. તેને કાયયોગ કહેવાય છે. અથવા કાયાનો જે કરણ, કારણ અને અનુમતિરૂપ વ્યાપાર છે તેનું નામ કાયયોગ છે. તે કાયયોગ સાત પ્રકારનો છે. યોગ પંદર પ્રકારના પણ છે :
| મનોયોગના ૪ પ્રકાર + વચન યોગના ૪ પ્રકાર + કાયયોગના ૭ પ્રકાર =૧૫ પ્રકારના યોગ થાય. (૧) મનોયોગના ૪ પ્રકાર :(૧) સત્ય મનોયોગ :- જે વસ્તુ જે રીતે હોય અથવા તેનો જે ગુણ, સ્વભાવ, ધર્મ જે રીતે હોય તે રીતે વસ્તુને સંપૂર્ણ વિચારવી. અથવા તેના ગુણ, સ્વભાવ કે ધર્મનો સત્ય વિચાર કરવો. તેને સત્ય મનોયોગ કહે છે. આ યોગ કરતી વખતે આત્મામાં થતો વ્યાપાર, દાખલા તરીકે, વીતરાગ પ્રભુને સુદેવ, ત્યાગી ગુરુઓને સુગુરુ અને અહિંસામય શુદ્ધ ધર્મને, શુદ્ધ ધર્મ વિચારો તે સત્ય મનોયોગ છે. (૨) અસત્ય મનોયોગ -
સત્ય વિચારથી વિરુદ્ધ વિચાર કરતી વખતે આત્મામાં થતો વ્યાપાર. દાખલા તરીકે તેથી વિરુદ્ધ એટલે વીતરાગ પ્રભુને અદેવ અને સરાગી દેવને સુદેવ વિચારવા, તે જ પ્રમાણે ગુરુને કુગુરુ અને હિંસાદિના ઉપદેશક કુગુરુને ગુરુ તરીકે ધારે અને ધર્મને અધર્મ તથા હિંસાદિ અધર્મને ધર્મ વિચારે તે અસત્ય મનોયોગ કહેવાય છે. (૩) સત્યમૃષા (મિશ્ર) મનોયોગ -
કાંઈક સત્ય અને કાંઈક અસત્ય વિચાર વખતે આત્મામાં થતો વ્યાપાર. દાખલા
૩૬૬