________________
અને આહારકમાં મિશ્રતા સમજવી. અથવા ઔદારિક આદિ શુદ્ધ શરીરનો સદ્ભાવ પર્યાપ્ત જીવમાં જ હોય છે. ઔદારિક મિશ્ર આદિ શરીરનો સદ્ભાવ અપર્યાપ્તક જીવમાં જ હોય છે ઉત્પત્તિકાળે ઔદારિક શરીરવાળાનું દારિક શરીર કાર્મણ સાથે અને વૈક્રિય શરીર આહારક કરવાને કાળે વૈક્રિય અને આહારક શરીર સાથે મિશ્ર હોય છે. આ રીતે ઔદારિક મિશ્રતા સમજવી. દેવાદિ પર્યાયની ઉત્પત્તિમાં વૈક્રિય કાર્મણ સાથે મિશ્રયોગ હે છે. તેથી તેને વૈક્રિય મિશ્ર કહે છે. તથા આહારક શરીરવાળો જીવ જ્યારે આહારકડાયનું પ્રયોજન સિદ્ધ કરી લે છે અને ફરી ઔદારિક શરીરમાં પ્રવેશ કરે છે ત્યારે તે શરીર ઔદારિક સાથે મિશ્ર હોય છે. આ રીતે આહારકમાં મિશ્રતા સમજવી. (૩) વૈક્રિય કાયયોગ -
વૈક્રિય શરીરની ગમનાદિ ચેષ્ટા વખતે આત્મામાં પ્રવર્તતા વ્યાપારને વૈક્રિય ' કાયયોગ કહે છે. (૪) વક્રિય મિશ્ર કાયયોગ :
વૈક્રિય શરીર અને કાર્મણ શરીરના, તથા વૈક્રિય શરીર અને ઔદારિક શરીરના મિશ્રણવાળા શરીરની ગમનાદિ ચેષ્ટાઓ વખતે આત્મામાં પ્રવર્તતા વ્યાપારને વૈક્રિય મિશ્ર કાયયોગ કહે છે. (૫) આહારક કાયયોગ :
આહારક શરીરની ગમનાદિ ચેષ્ટાઓ વખતે આત્મામાં પ્રવર્તતા વ્યાપારને આહારક કાયયોગ કહે છે. (૬) આહારક મિશ્ર કાયયોગ -
ઔદારિક શરીર અને આહારક શરીરના મિશ્રણ વખતે આત્મામાં પ્રવર્તતા વ્યાપારને આહારકમિશ્ર કાયયોગ કહે છે. (૭) કાર્પણ કાયયોગ -
કેવળ કાર્પણ અને તૈજસ શરીર જ્યારે એકલા હોય ત્યારે તેની ચેષ્ટાઓ વખતે આત્મામાં પ્રવર્તતા વ્યાપારને કાર્પણ કાયયોગ કહે છે. કાર્પણ કાયયોગ વિગ્રહગતિમાં - અથવા કેવળી સમુદ્ધાતમાં થાય છે.
૩૬૮