________________
મનુષ્યગતિમાં - જીવને ત્રણ જ્ઞાન ભજનાથી હોય છે અને અજ્ઞાનીમાં બે અજ્ઞાન નિયમો હોય છે.
દેવગતિમાં - નરકગતિના જીવ પ્રમાણે - સિદ્ધગતિમાં જીવ જ્ઞાની જ હોય ને એક કેવલ જ્ઞાન જ હોય છે.
(૨) ઈન્દ્રિયદ્વાર :
ઇન્દ્રિયવાળા જીવોને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. એકેન્દ્રિય જીવોને બે અજ્ઞાન નિયમ હોય છે તેઓ અજ્ઞાની જ હોય છે. વિલેન્દ્રિય જીવોને બે જ્ઞાન અને બે અજ્ઞાન નિયમથી હોય છે. પંચેન્દ્રિય જીવોને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે.
અણિન્દ્રિય જીવ એટલે ઇન્દ્રિય વિનાના જીવને સિદ્ધ જીવોની જેમ જ્ઞાની હોવાનું સમજવું.
(૩) કાયદ્વાર :
સકાયિક જીવ જ્ઞાની અને અજ્ઞાની બંને હોય છે. ભજનાથી પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે.
પૃથ્વીકાયિક યાવત વનસ્પતિકાયિક જ્ઞાની નથી નિયમા અજ્ઞાની હોય છે. નિયમથી બે અજ્ઞાન હોય છે. ત્રસકાયિક જીવ સદાયિક જીવોની સમાન હોય છે. અકાયિક જીવ સિદ્ધોની જેમ જ્ઞાની જ હોય છે.
(૪) સૂમને બાદર દ્વાર -
સૂક્ષ્મ જીવો પૃથ્વીકાયિક જીવોની સમાન અજ્ઞાની જ હોય છે. બાદર જીવ સકાયિક શરીરવાળા જીવોની સમાન હોય છે. નો સૂક્ષ્મ – નો બાદર જીવ સિદ્ધોની સમાન જ્ઞાની જ હોય છે.
૩૪૬