________________
જીવો શ્રોતેન્દ્રિય લબ્ધિવાળા જીવોની સમાન હોય છે. તથા તે બંને ઇન્દ્રિયોની લબ્ધિ વિનાના જીવો બે જ્ઞાનવાળા, ત્રણ અજ્ઞાનવાળા અને એક જ્ઞાનવાળા હોય છે. જીલૅન્દ્રિય લબ્ધિવાળા જીવોમાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનવાળા ભજનાથી હોય છે. જિહેન્દ્રિય લબ્ધિવિનાના જીવો જ્ઞાન હોય તે નિયમથી એક કેવલજ્ઞાનવાળા જ હોય છે અને અજ્ઞાની હોય તે નિયમથી બે અજ્ઞાનવાળા હોય છે. સ્પર્શેન્દ્રિય લબ્ધિવાળા અને તેમની લબ્ધિ વિનાના જીવ ઇન્દ્રિયલબ્ધિવાળા અને ઇન્દ્રિયલબ્ધિ વિનાના જીવોની સમાન જાણવા. સાકાર અને અનાકાર ઉપયોગવાળા - તેમજ અન્ય :
સાકાર ઉપયોગવાળા જીવોને પાંચ જ્ઞાન તથા ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. જાતિ, ગુણ, ક્રિયા આદિ સ્વરૂપ વિષયનું નામ સાકાર છે. આ આકાર જેના જ્ઞાનમાં હોય છે. તેનું નામ સાકાર ઉપયોગ છે. અર્થાત્ વિશેષ ગ્રાહક બોધનું નામ સાકાર ઉપયોગ છે. તેમાં ઉપયુક્ત જે જીવ હોય તે સાકાર ઉપયોગવાળા કહેવાય છે. લબ્ધિની અપેક્ષાએ બે, ત્રણ, ચાર આદિ ઉપયોગવાળા જીવ હોય છે. પરંતુ ઉપયોગ તો એક સમયે એક જીવને એક જ હોય છે. જ્ઞાનરૂપ હોય કે અજ્ઞાનરૂપ હોય.
અનાકારોપયોગનું તાત્પર્ય એ છે કે જે બોધથી જાતિ, ગુણ ક્રિયા આદિ રૂપ સાકાર પ્રગટ થતાં નથી. એવાં અનાકાર ઉપયોગ દર્શન રૂપ હોય છે. દર્શનનો તાત્પર્યાર્થ સામાન્ય જ્ઞાનથી થાય છે.
આભિનિબોધિક સાકાર ઉપયોગવાળા જ્ઞાની જ હોય છે. તે અજ્ઞાની હોતા નથી. તેઓ ભજનાથી ચાર જ્ઞાનવાળા હોય છે. એવી જ રીતે શ્રુતજ્ઞાન સાકાર ઉપયોગવાળા જીવોને પણ સમજવા. અવધિજ્ઞાન સાકાર ઉપયોગવાળા જીવોને અવધિજ્ઞાનલબ્ધિવાળા જીવોની સમાન સમજવા. મન:પર્યવજ્ઞાન સાકાર ઉપયોગવાળા મન:પર્યવજ્ઞાન લબ્ધિવાળા જીવોની સમાન સમજવા. કેવળજ્ઞાન સાકાર ઉપયોગવાળા મન:પર્યવજ્ઞાન લબ્ધિવાળા જીવોની સમાન સમજવા. સાકાર ઉપયોગવાળા જીવોને કેવળજ્ઞાન લબ્ધિવાળા જીવોની સમાન સમજવા.
મત્યજ્ઞાન સાકાર ઉપયોગવાળા જીવોની ભજનાથી ત્રણ અજ્ઞાન હોય છે.
૩પ૦