________________
હોતા નથી. જે જીવ મિથ્યાદર્શન રહિત હોય છે. તેઓમાં પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. સભ્યમિથ્યાદર્શન લબ્ધિવાળા અને લબ્ધિરહિત જીવ મિથ્યાદર્શન લબ્ધિવાળાને લબ્ધિ રહિત પ્રમાણે સમજી લેવું.
(૩) ચારિત્રલબ્ધિવાળા જીવ શાની હોય છે. તે ભજનાથી પાંચ જ્ઞાનવાળા હોય છે. જે જીવ ચારિત્ર લબ્ધિ વિનાના હોય છે તેમનામાં મન:પર્યવજ્ઞાન છોડીને ચાર જ્ઞાન તથા ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. સામાયિક ચારિત્રલબ્ધિવાળા જ્ઞાની જ હોય છે. તેમાં કેવલજ્ઞાન છોડીને ચા૨ જ્ઞાન ભજનાથી હોય છે. જે સામાયિક ચારિત્રલબ્ધિવાળા નથી હોતા તેઓને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. જેવી રીતે સામાયિક ચારિત્રલબ્ધિવાળા અને તેની અલબ્ધિવાળા જીવોને વિશે કહેલ છે તેવી રીતે યાવત્ યથાચારિત્ર લબ્ધિવાળા તથા તેની અલબ્ધિવાળા જીવોને વિશે પણ સમજવું. વિશેષતા એ છે કે યથાખ્યાતચારિત્રવાળા જીવ ભજનાથી પાંચ જ્ઞાનવાળા હોય છે.
(૪) ચારિત્ર્યા ચારિત્ર્ય લબ્ધિવાળા જીવ જ્ઞાની હોય છે. અજ્ઞાની નહિં. કેટલાક બે જ્ઞાનવાળા કેટલાક ત્રણ જ્ઞાનવાળા હોય છે. જે જીવ ચારિત્ર્યાચારિત્ર્યા લબ્ધિવાળા નથી હોતા તેઓને ભજનાથી ૪ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે.
(૫ થી ૯) દાનદિ ૫ લબ્ધિવાળા જીવોને ભજનાએ પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. ધનાદિ લબ્ધિ રહિત જ્ઞાની હોય છે. તે અજ્ઞાની નથી હોતા. જ્ઞાનીઓમાં પણ તેઓ કેવલજ્ઞાનીઓ જ હોય છે. એ જ રીતે વીર્યલબ્ધિવાળા અને તેની અલબ્ધિવાળા જીવોના વિષયમાં સમજવું. જે જીવ બાલવીર્યલબ્ધિવાળા હોય છે તેમનામાં ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે.
(૧૦) જે જીવ ઈન્દ્રિયલબ્ધિવાળા હેમ છે. તે જીવમાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. જે જીવ ઇન્દ્રિયલબ્ધિ વિનાના હોય છે તેઓ જ્ઞાની જ હોય છે. તે અજ્ઞાની હોતા નથી. તેઓ નિયમથી એક કેવલજ્ઞાનવાળા જ હોય છે. શ્રોતેન્દ્રિય લબ્ધિવાળાને ઇન્દ્રિયલબ્ધિવાળા જીવોની સમાન સમજવા. શ્રોતેન્દ્રિય લબ્ધિ વિનાના જીવ જ્ઞાની પણ હોય છે ને અજ્ઞાની પણ હોય છે. જ્ઞાની હોય છે તેમાં કેટલાક બે જ્ઞાનવાળા, કેટલાક એક કેવલજ્ઞાની જ હોય છે. ચક્ષુરિન્દ્રિય અને પ્રાણેન્દ્રિયલબ્ધિવાળા
૩૫૧