________________
શ્રુતજ્ઞાન સાકાર ઉપયોગવાળા જીવોને નિયમથી ત્રણ અજ્ઞાન હોય છે. વિભંગ જ્ઞાન સાકાર ઉપયોગવાળાને નિયમો ત્રણ અજ્ઞાન હોય છે.
અનાકાર ઉપયોગવાળાને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. ચક્ષુદર્શન અનાકાર ઉપયોગવાળાને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી હોય છે. અવધિદર્શન અનાકાર ઉપયોગવાળામાં જે જ્ઞાની હોય છે. તેમાં કેટલાક ત્રણ જ્ઞાનવાળા અને કેટલાક ચાર જ્ઞાનવાળા હોય છે. તેઓમાં જે અજ્ઞાની હોય છે તે નિયમા ત્રણ અજ્ઞાનવાળા હોય છે. કેવલદર્શન અનાકાર ઉપયોગવાળા જ્ઞાની જ હોય છે. એક કેવલજ્ઞાન તેમને હોય છે. .
જે સંયોગી જીવો સકાયિક જીવોની માફક હોય છે. એ જ રીતે મનજોગી, વચન જોગી, અને કાજોગી જીવોને પણ સમજવા. અયોગી જીવ સિદ્ધોની સમાન હોય છે.
જે જીવ લેશ્યાવાળા હોય છે તે સકાયિક જીવોની સમાન હોય છે. કૃષ્ણલેશ્યાવાળા યાવત્ પધલેશ્યાવાળા સેન્દ્રિય જીવોની સમાન હોય છે. શુકલેશ્યાવાળા સલેશી જીવોના જેવા હોય છે તથા લેશ્યા વિનાના જીવો સિદ્ધોની સમાન સમજવા.
જે સકષાયી જીવો હોય છે તેને સેન્દ્રિય જીવોની જેમ સમજવા. એ જ રીતે યાવતું લોભ કષાય જીવોને પણ સમજવા. અકષાયિક જીવોનાં ભજનાથી પાંચ જ્ઞાન હેય છે. તે ૧૧મું અને ૧૨મું ગુણસ્થાન છદ્મસ્થ વિતરાગીનું છે તેમાં ચાર જ્ઞાન અને ૧૩મું અને ૧૪મું ગુણસ્થાન કેવલી વિતરાગીનું હોય છે. તેમાં એક કેવલજ્ઞાન હોય છે તેથી ભજનાથી પાંચ જ્ઞાન હોય છે.
જે સવેદી હોય છે તેમને સેન્દ્રિય સમાન સમજવા. એ જ રીતે સ્ત્રીવેદી, પુરુષવેદી અને નપુંસકવેદી જીવોને પણ સમજવા. અને વેદરહિત જીવોને અકષાયિક સમાન સમજવા. વેદરહિત જીવોમાં ભજનાથી પાંચ જ્ઞાન હોય છે. તેનું કારણ ૯મા ગુણસ્થાન સુધી સવેદી અને ૯થી ૧૪ ગુણસ્થાન વેદરહિત છે. તેથી ૯થી ૧૨ ગુણસ્થાન સુધી ચાર જ્ઞાન અને ૧૩મા અને ૧૪માં ગુણસ્થાનમાં એક કેવલજ્ઞાન હોય છે.
જે આહારક હોય છે તે જીવોને સકષાયિક જીવોની જેમ જ સમજવા. પરંતુ
૩૫૩