________________
(૧૦) ઇન્દ્રિય લબ્ધિ પાંચ પ્રકારની છે ઃ
(૧) શ્રોતેન્દ્રિયલબ્ધિ યાવત્ સ્પર્શેન્દ્રિયલબ્ધિ.
લબ્ધિ એટલે પ્રતિબંધક કર્મના ક્ષયાદિક આત્માને જ્ઞાનાદિક ગુણોનો લાભ થવો તેનું નામ લબ્ધિ છે.
જ્ઞાનાવરણ કર્મનો ક્ષય અથવા ક્ષયોપશમથી યથાપ્રાપ્ત મતિશ્રુત આદિ પાંચ પ્રકારના જ્ઞાનનો લાભ થવો તેનું નામ જ્ઞાન લબ્ધિ છે.
સમ્યક, મિશ્ર યા મિથ્યાશ્રદ્ધાન રૂપ આત્મપરિણામોનો લાભ થવો તેનું નામ દર્શનાલબ્ધિ છે. ચારિત્રમોહનીય કર્મના, ક્ષયોપશમથી, ક્ષયથી કે ઉપશમથી થવાવાળું વિરતિરૂપ આત્મપરિણામની પ્રાપ્તિનું નામ ચારિત્રલબ્ધિ છે. અપ્રત્યાખ્યાન કષાયના ક્ષયોપશમથી થવાવાળું દેશવિરતી આત્મપરિણામની પ્રાપ્તિનું નામ ચારિત્ર્યાચારિત્ર લબ્ધિ છે. વિશેષ પરિણામપૂર્વક પોતાની વસ્તુ બીજાને આપવી તેનું નામ દાન છે. તેની લબ્ધિ થવી તે દાનલબ્ધિ છે. લેનારને આપેલા દાનથી જે લાભ પ્રાપ્ત થાય તેનું નામ લાભલબ્ધિ છે. મનોહારી, શબ્દાદિ વિષયનો અનુભવ કરવો તેનું નામ ભોગ છે. તેની પ્રાપ્તિનું નામ ભોગલબ્ધિ છે. એક વાર ભોગવવામાં આવે તે ભોગ છે. અને વારંવાર ભોગવવામાં આવે તે ઉપભોગ છે. જેમ કે વસ્ત્ર, ભવન ઇત્યાદિ તેનું પ્રાપ્તિનું હોવું તેનું નામ ઉપભોગલબ્ધિ છે. આત્માનું વિશેષચેષ્ટારૂપ જે પરિણામ છે તેનું નામ વીર્ય છે તે વીર્યની લબ્ધિનું નામ વીર્યલબ્ધિ છે. દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિયરૂપ ઇન્દ્રિયોની પ્રાપ્તિ થવી તેનું નામ ઇન્દ્રિયલબ્ધિ છે.
(૧) જ્ઞાનલબ્ધિવાળા જીવ જ્ઞાની હોય છે. અજ્ઞાની નહિ. તેમાં ભજનાથી પાંચ જ્ઞાન હોય છે. જ્ઞાન લબ્ધિ રહિત જીવ અજ્ઞાની હોય છે. તેમાં ભજનાથી ત્રણ અજ્ઞાનવાળા હોય છે. (૧) આભિનિબોધિક જ્ઞાનલબ્ધિ વાળા જીવો જ્ઞાની જ હોય છે. ભજનાથી ચાર જ્ઞાન હોય છે. આભિનિબોધિકજ્ઞાન રહિત જ્ઞાની ને અજ્ઞાની પણ હોય છે. તેમાં ભજનાથી પણ અજ્ઞાન હોય છે. અને જે જ્ઞાની હોય છે તે નિયમથી એક કેવલજ્ઞાની હોય છે.
(૨) એ જ રીતે શ્રુતજ્ઞાનલબ્ધિવાળા ઃ- જીવોને પણ લેવા.
=
૩૪૯