________________
પંચેન્દ્રિય તિર્યંચોમાં બધાથી ઓછા તૈજસ સમુદ્ધાતથી સમવહત છે. કેમકે તેજલબ્ધિ થોડામાં જ હોય છે. તેથી વૈક્રિય સમુદ્યાતથી સમવહત અસંખ્યગણા છે. કેમકે. વૈક્રિય લબ્ધિની અપેક્ષાએ ઘણામાં હોય છે. તેનાથી મારણાંતિક સમુદ્યાત સમવહત અસંખ્યતગણા છે. વૈક્રિય લબ્ધિ વિનાના અને વૈક્રિય લબ્ધિવાળામાં પણ મરનાર જીવો કરતાં ન મરનારા અસંખ્યગુણા છે. તેનાથી વેદના સમુદ્યાતથી સમવહત સંખ્યાતગણા છે. તેથી કષાય સમુદ્યાતથી સમવહત સંખ્યાતગણા છે. તેથી અસમવહત સંખ્યાતગણા છે.
મનુષ્યોમાં બધાથી ઓછી આહારક સમુદઘાતથી સમવહત છે, કેમકે આહારક શરીરનો આરંભ કરનારા અતિ અલ્પ જ હોય છે. તેમનાથી કેવલી સમુદ્ધાતથી સમવહત સંખ્યાતગણા અધિક છે. તેમનાથી તૈજસ સમુદ્ધાતથી સમવહત સંખ્યાતગણા છે. તેમનાથી વૈક્રિય સમુદ્રઘાતથી સમવહત મનુષ્ય સંખ્યાતગણી છે. તેમનાથી વેદના સમુદ્યાતથી સમવહત મનુષ્ય અસંખ્યગણા છે. કેમકે પ્રિયમાણ જીવોની અપેક્ષા અપ્રિયમાણ અસંખ્યગણા અધિક છે. તેમનાથી કષાય સમુઘાતથી સમવહત સંખ્યાતગણા છે. તેથી અસમવહત અસંખ્યગણા છે.
વાણવ્યંતર, જ્યોતિષ્કો અને વૈમાનિકોની વક્તવ્યતા ભવનવાસી સમાન છે. કષાય સમુદ્યાતની વક્તવ્યતા
કષાય સમુદ્ધાત ચાર પ્રકારના છે. ક્રોધકષાય, માન કષાય, માયા કષાય અને લોભ કષાય. નારકોમાં ચાર સમુદ્દાત કહ્યા છે. એ જ પ્રકારે વાવત વૈમાનિક સુધી સમજવું.
એકેએક નારકના અતીતમાં ક્રોધ સમુઘાત અનંત થયા છે. ભાવિમાં કોઈના હોય છે. જેને હોય છે તેમને જઘન્યથી ૧, ૨ અથવા ૩ અને ઉત્કૃષ્ટથી સંખ્યાત, અસંખ્યાત અથવા અનંત છે. એ જ પ્રકારે યાવત્ વૈમાનિકો સુધી એ જ પ્રકારે યાવતુ લોભ સમુદ્ધાત સુધી અને એ પ્રકારે ચોવીસે દંડકમાં સમજવું.
એકેએક નારકના નાક પર્યાયમાં અતીત ક્રોધ સમુદ્ધાતે અનંત થયા છે. એ જ પ્રકારે જેવા વેદના સમુદ્દાત કહ્યા તેવા ક્રોધ સમુદ્યાત પણ પૂરા યાવત વૈમાનિક
૩૦૫