________________
નારક સંખ્યાત ગણા અધિક છે. ઉત્તર વૈક્રિયા કરનારાથી કષાય સમુદ્ધાતથી સમવહત અધિક હોય છે. તેથી વેદના સમુદ્ઘાતથી સમવહત નારકો સંખ્યાતગણા અધિક છે. કેમકે ક્ષેત્રજન્ય વેદના, પરમાર્મિકો દ્વારા ઉત્પન્ન કરાયેલી વેદના સમુદ્દાતથી સમવહત રહે છે. તેથી અસમવહત નારક સંખ્યાતગણા છે.
ભવનવાસી દેવોમાં તૈજસ સમુદ્દાતથી સમવહત સૌથી ઓછા છે. કેમકે અત્યંત તીવ્ર ક્રોધ ઉત્પન્ન થાય ત્યારે જ કદાચ કોઈ ભવનવાસી તૈજસ સમુદ્દાત કરે છે. તેથી મારણાંતિક સમુદ્ધાંતથી સમવહત અસંખ્યાતગણા છે. કેમકે તે સમુદ્દાત મરણકાળમાં જ થાય છે. તેથી વેદના સમુદ્ઘાતથી સમવહત અસંખ્યાતગણા છે. કેમકે પરસ્પરના સંગ્રામ વગેરેમાં તેઓ વેદના સમુદ્દાતથી સમવહત હોય છે. તેથી કષાય સમુદ્ઘાતથી સમવત સંખ્યાતગણા છે. કેમકે કોઈને કોઈ કારણથી તેઓ કષાય સમુદ્દાતથી યુક્ત મળી આવે છે. તેથી વૈક્રિય સમુદ્દાતથી સમવહત સંખ્યાતગણા છે. કેમકે પરિચારણા વગેરે અનેક પ્રયોજનથી તેઓ ઉત્તર વૈક્રિય કરતા રહે છે. તેમનાથી અસમવહત ભવનવાસી અસંખ્યાત હોય છે કેમકે એવા ઘણા છે કે જેઓ સુખમાં મગ્ન રહે છે અને કોઈ પણ સમુદ્ઘાતથી સમવહત નથી હોતા.
પૃથ્વીકાયિકોમાં મારણાંતિક સમુદ્દાત સમવહત સૌથી ઓછા છે. કેમકે આ સમુદ્દાત મરણના સમયે જ થાય છે. અને તે પણ કોઈને થાય છે અને કોઈને નથી થતો. તેથી કષાય સમુદ્ઘાતથી સમવહત સંખ્યાતગણા અધિક છે. તેમનાથી વેદના સંમુદ્દાતથી સમવહત વિશેષાધિક છે. તેનાથી પણ અસમવહત પૃથ્વીકાયિક અસંખ્યાતગણા અધિક છે. એ જ પ્રકારે યાવત્ વનસ્પતિકાયિક સુધી જાણવું. વિશેષ એટલું છે કે વાયુકાયિક બધાથી ઓછા છે. કેમકે કેટલાક બાદર વાયુકાયિક લબ્ધિવાળા હોય છે. તેથી મારણાંતિક સમુદ્દાત સમવહત અસંખ્યાતગણા છે. તેથી કષાય સમુદ્ઘાતથી સમવહત સંખ્યાતગણા છે. તેથી વેદના સમુદ્દાતથી સમવહત વિશેષાધિક છે. તેથી અસમવહત અસખયાતગણા છે.
વિકલેન્દ્રિયોમાં બધાથી ઓછા મારણાંતિક સમુદ્દાત સમવહત છે. તેથી વેદના સમુદ્ઘાતથી સમવહત અસંખ્યાતગણા છે. તેથી કષાય સમુદ્દાતથી સંમવહત અસંખ્યગણા છે. તેથી અસમવહત અસંખ્યગણા છે.
૩૦૪