________________
દર્શનના ત્રણ ભેદ છે :
કારક, રોચક અને દીપકના ભેદથી દર્શન ત્રણ પ્રકારનાં છે. ' દર્શન પ ત્રણ પ્રકારનાં છેઃ
(૧) મિથ્યાદર્શન (૨) મિશ્રદર્શન અને (૩) સમ્યગદર્શન. બીજી રીતે
(૧) ક્ષાયિક (૨) ક્ષાયોપથમિક અને (૩) ઉપરામિક. દર્શન ચાર પ્રકારનાં છે.
(૧) ચક્ષુદર્શન (૨) અચલુદર્શન (૩) અવધિદર્શન અને (૪) કેવલદર્શન એ ચાર દર્શનોનો અનાકાર ઉપયોગ છે. | સામાન્ય એટલે નથી વિશિષ્ટ વ્યક્ત આકાર જ્યાં તેને અનાકારોપયોગ કહીએ. તે દર્શન જાણવું. જાતિ, લિંગ, ગુણ, ક્રિયા અને ગુણપૂર્વક બોધ થતો નથી તે માટે તેને અનાકાર કહેવાય છે. ચક્ષુદર્શન -
ચક્ષુ વડે સામાન્ય વસ્તુનું ગ્રહણ થાય તેને ચક્ષુદર્શન કહે છે. અચકુદર્શન -
ચક્ષુવર્જીને બાકીની ચાર ઇન્દ્રિયો અને મનથી સામાન્ય વસ્તુના અંશનું ગ્રહણ થાય તેને અચક્ષુદર્શન કહેવાય છે. અવધિ દર્શન :
અવધિ વડે અને રૂપી દ્રવ્યની મર્યાદા વડે સામાન્ય અંશના ગ્રહણને અવધિદર્શન કહેવાય છે. કેવલ દર્શન -
કેવલ વડે સંપૂર્ણ વસ્તુના ગ્રાહક બોધ વિશેષરૂપના સામાન્ય અંશનું ગ્રહણ કરાય તેને કેવલદર્શન કહે છે.
૩ર૬