________________
(૧૨મું) જ્ઞાન દ્વારા અને (૧૩મું) અજ્ઞાન દ્વાર”
દંડક પ્રકરણમાં ૨૪ દ્વારોની શાસ્ત્રીય ચર્ચા-સૂક્ષ્મ વિચારણા કરવામાં આવી છે. આ વિચારણામાં ૧૨મા અને ૧૩મા દ્વારમાં જ્ઞાન અને અજ્ઞાન વિષયક ચર્ચા આવે છે. તેનું સંક્ષિપ્ત વિવેચન નીચે પ્રમાણે છે.
જ્ઞાનના અર્થો :
શાસ્ત્રમાં જ્ઞાનના વિભિન્ન અર્થો પ્રાપ્ત થાય છે.
(૧) જેનાથી વસ્તુ સ્વરૂપનું અવધારણ અર્થાત્ નિર્ણય થાય છે તે જ્ઞાન છે.' (૨) વિશેષ ઉપયોગને જ્ઞાન કહેવાય છે. (૩) વિચારણપૂર્વકના બોધને જ્ઞાન કહેવાય છે. (૪) દ્રવ્ય અને પર્યાયના વિષયના બોધને જ્ઞાન કહે છે. (૫) જે જાણે છે તે જ્ઞાન છે." (૬) જેના દ્વારા જાણી શકાય છે તે જ્ઞાન છે. (૭) જાણવું માત્ર જ્ઞાન છે.” (૮) એવંભૂત નયની દૃષ્ટિમાં જ્ઞાનક્રિયામાં પરિણત આત્મા જ જ્ઞાન છે. કેમકે જ્ઞાન સ્વભાવી છે. “ (૯) સાકારોહણયોગનું નામ જ્ઞાન છે. (૧૦) ભૂતાર્થગ્રહણનું નામ જ્ઞાન છે.૧૦ (૧૧) સત્યાર્થ પ્રકાશ કરવાવાળી શક્તિ વિશેષનું નામ જ્ઞાન છે. ૧૧ (૧૨) વસ્તુ સ્વભાવનો નિશ્ચય કરવાવાળા ધર્મને જ્ઞાન કહે છે. (૧૩) જેના દ્વારા દ્રવ્ય, ગુણ, પર્યાયને જાણી શકાય તેને જ્ઞાન કહે છે.૧૩ (૧૪) સમ્યગુ જ્ઞાનને જ્ઞાન સંજ્ઞા આપી છે.૪ (૧૫) જેના દ્વારા યથાર્થ રીતથી વસ્તુ જાણી શકાય તેને જ્ઞાન કહે છે."
અજ્ઞાનના અર્થો -
શાસ્ત્રમાં અજ્ઞાનના વિભિન્ન અર્થો પ્રાપ્ત થાય છે.
333