________________
છે. અથવા (૩) જે જ્ઞાન સંપૂર્ણ હોય છે તે કેવલજ્ઞાન છે. કેમકે આ જ્ઞાન રૂપી - અરૂપી સમસ્ત ત્રિકાલવર્તિ પદાર્થ સમૂહને ગ્રહણ કરે છે. અથવા (૪) જે જ્ઞાન અસાધરણ છે. તેનું નામ કેવલજ્ઞાન છે. અસાધારણ એટલે સર્વશ્રેષ્ઠ. કેમકે તેના જેવું કોઈ જ્ઞાન નથી. અથવા (૨) જે જ્ઞાન અનંત છે. તેનું નામ કેવલજ્ઞાન છે. કેમકે એક વખત આત્માને કેવલજ્ઞાન થયા પછી તેનો નાશ થતો નથી. તથા અનંત શેયોને જાણવાથી પણ અનંત મનાયું છે. આ પાંચ અર્થોવાળું જે જ્ઞાન થાય છે. એ જ ક્વલજ્ઞાન છે. આ જ્ઞાનમાં જ્ઞાનાવરણીય કર્મોનો મૂળમાંથી જ ક્ષય થાય છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળના સર્વ પદાર્થો હસ્તકમલવતુ તેમાં પ્રતિબિંબિત થતા રહે છે. તથા એ કેવલજ્ઞાન મત્યાદિક ક્ષયોપથમિક જ્ઞાનોથી નિરપેક્ષ રહે છે. કારણકે કેવલજ્ઞાનની ઉત્પત્તિ થતાં મત્યાદિક જ્ઞાન રહેતાં નથી.
કેવલ જ્ઞાન બે પ્રકારનું છે. (૧) ભવસ્થ કેવલજ્ઞાન અને (૨) સિદ્ધ કેવલજ્ઞાન.
(૧) ભવસ્થ કેવલજ્ઞાનના બે પ્રકાર છે - (૧) યોગી ભવસ્થ કેવલજ્ઞાન (૨) અયોગી ભવસ્થ કેવલજ્ઞાન. - સયોગી ભવસ્થ કેવલજ્ઞાન બે પ્રકારનું છે. પહેલું પ્રથમ સમય સયોગી ભવસ્થ કેવલજ્ઞાન અને બીજું અપ્રથમ સમય સયોગી ભવસ્થ કેવલજ્ઞાન. અથવા ચરમસમય સયોગી ભવસ્થ કેવલજ્ઞાન અને અચરમ સયોગી ભવસ્થ કેવલજ્ઞાન. - એ જ રીતે અયોગી ભવસ્થ કેવલજ્ઞાનના ભેદ પણ જાણવા. | (૨) સિદ્ધ કેવલજ્ઞાનના બે પ્રકાર છે. - (૧) અનંતર સિદ્ધ કેવલજ્ઞાન અને (૨) પરંપર સિદ્ધ કેવલજ્ઞાન (૧) અનંતર સિદ્ધ કેવલજ્ઞાન ૧૫ પ્રકારનું છે.
(૧) તિર્થ સિદ્ધ (૨) અતિર્થ સિદ્ધ (૩) તીર્થકર સિદ્ધ (૪) અતીર્થકર સિદ્ધ (પ) સ્વયંબુદ્ધ સિદ્ધ (૬) પ્રત્યેકબુદ્ધ સિદ્ધ (૭) બુદ્ધબોધિત સિદ્ધ, (૮) સ્ત્રીલિંગ સિદ્ધ (૯) પુરૂષલિંગ સિદ્ધ (૧૦) નપુંસકલિંગ સિદ્ધ (૧૧) સ્વલિંગ સિદ્ધ (૧૨) અન્યલિંગ સિદ્ધ (૧૩) ગૃહસ્થલિંગ સિદ્ધ (૧૪) એક સિદ્ધ (૧૫) અનેક સિદ્ધ
૩૩૯