________________
જે જણાય તે આભિનિબોધ અને જે સંભળાય તે શ્રુત છે. મતિપૂર્વક શ્રુતજ્ઞાન ક્યું છે. પણ શ્રુતપૂર્વક મતિજ્ઞાન કહ્યું નથી. આટલો ભેદ આ બેમાં છે. કેમકે મતિપૂર્વમાં રહીને શ્રુતને પૂરણ કરે છે. અને પાલન કરે છે. મતિ વડે જ શ્રુતપૂરણ કરાય છે. પ્રાપ્ત કરાય છે ને અપાય છે. પણ મતિ સિવાય નહિં. વળી ગ્રહણ કરેલું શ્રુત મતિ વડે જ પાલન કરાય છે. તે સિવાય નાશ પામે છે.
અવગ્રહાદિપ ભેદ ૨૮ પ્રકારે મતિજ્ઞાન છે. અને અંગ પ્રતિષ્ઠાદિ ૧૪ અથવા પર્યાયાદિ ૨૦ પ્રકારે શ્રુતજ્ઞાન છે. શ્રોતેન્દ્રિય ઉપલબ્ધિ તે શ્રત અને બાકીનું મતિજ્ઞાન છે. તથા દ્રવ્યશ્રત સિવાય શેષ ઇન્દ્રિયોનાં અક્ષરોલમ્ભ શ્રત છે. શ્રોતેન્દ્રિય લબ્ધિ જ શ્રત છે. પણ શ્રોતેન્દ્રિયોપલબ્ધિ શ્રુત જ છે એમ નહિ. કેમકે શ્રોતેન્દ્રિયોલબ્ધિ મતિજ્ઞાન પણ હોય છે. વળી “તું” શબ્દ રૂપ સમુચ્ચવચનથી કોઈક શ્રોતેન્દ્રિયોપલબ્ધિ પણ મતિજ્ઞાન છે. એથી શ્રોત્રના અવરહાદિરૂપ મતિજ્ઞાનના ભેદો છે. શબ્દની જેમ પાના વગેરેમાં લખેલું શ્રુતનું કારણ છે. તેથી તે દ્રવ્યશ્રુત છે. અને અક્ષરલાભ તે ભાવશ્રુત છે તથા શેષ મતિજ્ઞાન છે.
બુદ્ધિદષ્ટિક અર્થમાંથી જે બોલે છે. તે મતિ સહિત શ્રુત છે. અને જો ઉપલબ્ધિની સમાન બોલાય તો તે ભાવશ્રુતમાં ગણાય છે. જે ભાવો પ્રથમ શ્રુતબુદ્ધિએ જોયેલા હોય અને પછીથી અભ્યાસના બળથી ઉપયોગરહિત કોઈ બોલે તો તે દ્રવ્યશ્રુત છે. જે ભાવો માત્ર શ્રુતબુદ્ધિથી જણાય છે અને તે મનમાં ફૂરવા છતાં બોલાય નહિ તે ભાવઠુત છે. દ્રવ્યશ્રુત અને ઉભયશ્રુત કરતાં ભાવશ્રુત અનંતગણું છે. કારણકે વાણી અનુક્રમે પ્રવર્તે છે અને આયુષ્ય પરિમિત છે. તેથી ભાવૠતના વિષયભૂત સર્વ અર્થોના અનંતમા ભાગને જે વક્તા બોલી શકે છે. આ ઉપરથી સિદ્ધ થયું કે ભાવશ્રુતનો અનંતમો ભાગ જ દ્રવ્યકૃત અને ઉભયશ્રત રૂપે પરિણમે છે. . શ્રુતબુદ્ધિથી દુષ્ટ એવા ભાવોને શ્રુતબુદ્ધિ સહિત બોલે છે. તે ઉભયશ્રુત છે. અને જે તે જ ભાવોને ઉપયોગ રહિત બોલે છે તે દ્રવ્યશ્રુત છે. અને જે ભાવોને શ્રુતબુદ્ધિથી કેવલ વિચારે જ છે પણ બોલતા નથી તે માત્ર ભાવથુત છે. શ્રુતજ્ઞાનીશ્રુતબુદ્ધિથી જેટલું જાણે છે. એટલું કહી શકતા નથી. કેમકે અભિલાપ્ય ભાવો અનભિલાપ્યભાવોના અનંતમા ભાગે છે. અને અભિલાખ ભાવોનો અનંતમો ભાગ જ
૩૪૩