________________
અહિં એક જીવ આશ્રયી સમકાળે કોઈને અચક્ષુદર્શન અને કેવલદર્શનમાંનું એક કોઈને અચક્ષુ, ચક્ષુ એ બે દર્શન અને કોઈને એ બેની સાથે અવધિ સહિત ત્રણ દર્શન હોય છે. પરંતુ સમકાળે ચાર દર્શન કોઈ પણ જીવને ન હોય. ૨૪ દંડકમાં ૪ દર્શન.
૫ સ્થાવરને - ૧ અચક્ષુદર્શન ૧ બેઇન્દ્રિયને - ૧ અચક્ષુદર્શન ૧ તે ઇન્દ્રિયને - ૧ અચક્ષુદર્શન ૧ ચૌરેન્દ્રિયને - ચક્ષુ અને અચક્ષુદર્શન ૧ ગર્ભજ મનુષ્યને - ૪ દર્શન
૧૫ બાકીના દંડકમાં – ૩ દર્શન (કેવલ વિના) ગુણસ્થાનમાં દર્શન :
અચક્ષુદર્શનમાં ૧થી ૧૨ ગુણસ્થાન હોય છે. ચક્ષુદર્શનમાં ૧થી ૧૨ ગુણસ્થાન હોય છે. • અવધિદર્શનમાં ૪થી ૧૨ એટલે કે ૯ ગુણસ્થાન હોય છે. કેવલ દર્શનમાં ૧૩, ૧૪ એ બે ગુણસ્થાન હોય છે.
સિદ્ધમાં પણ કેવલર્શન હોય છે. શરીરમાં દર્શન :
ઔદારિક, તૈજસ અને કાર્મણ શરીરમાં – ૪ દર્શન હોય છે.
વૈક્રિય અને આહારક શરીરમાં - ૩ દર્શન હોય છે. (કેવલ વિના) લેશયામાં દર્શન :
પ્રથમની પ લેગ્યામાં - ૩ દર્શન હોય છે. (કેવલ વિના). શુકલ લેગ્યામાં - ૪ દર્શન હોય છે. અલેશીમાં - ૧ કેવલદર્શન હોય છે.